________________
पापं कृत्वा स्वतो भिन्नं कुटुम्बं पोषितं त्वया ।
दुःखं सहिष्यसे स्वेन भ्रान्तोऽसि हा महान्तरे ॥ १९४ ॥ ભાવાર્થ : હે આત્મન્ ! તે પાપ કરીને તારાથી ભિન્ન એવા કુટુંબને પોપ્યું. તે પાપનું દુઃખ તે જાતે સહન કરવાનો છે, ખેદની વાત છે કે તું મોટા ચક્રાવામાં ફસાઈ ગયો છે.
વિવેચનઃ મનુષ્ય તરીકે જન્મેલાને કુટુંબ નિર્વાહનું કર્તવ્ય હોય છે, પણ તે કર્તવ્ય પાપ, મૂચ્છ કે કપટ આદિથી કરવું તેવું નથી. પૂર્વ કર્મકૃત તને માનવજન્મ સાથે કુટુંબ આદિ મળ્યા, પણ જો તારામાં સમજ હોય તો તું તેમાં નિર્દોષતા, નિસ્વાર્થપણું, ઉદારતા, સંપ અને પ્રેમ વડે નિર્વાહ કર તો તને તે પાપનું કારણ નહિ બને, પણ હા તું પૂર્વના ઋણાનુબંધ એવાં લઈને જન્મ્યો છું કે તારા અને કુટુંબીજનો વચ્ચે કંઈ સુમેળ નથી, સંઘર્ષ છે. એટલે તે સંબંધો તને અરસપરસ પાપબુદ્ધિ વડે સંસારની વૃદ્ધિ કરે છે.
જગતમાં જન્મેલા મનુષ્યો મહઅંશે એમ માને છે કે કુટુંબનું ભરણ-પોષણ કરવામાં માયા, મોહ અને સ્વાર્થ તો કરવા પડે, નહિ તો વ્યવહાર કેવી રીતે નભે ? એમ જાણીને તું જે પાપાચરણ કરે છે તેનું દુઃખ તારે એકલા જ ભોગવવું પડશે, કારણ કે આ મારું કુટુંબ છે. હું તેનો પોષણ કરનારો છું. મારે તેમને ગમે તે રીતે સુખ આપવું જોઈએ. વાસ્તવમાં તું તારા જ સુખ માટે તેમ કરતો હોય છે. તેને માટે તું જે માયા-પ્રપંચની વૃત્તિ કરે છે તેમાં પાપવૃત્તિ હોવાથી પાપ બાંધીને જ્યારે તું વિદાય થાય છે ત્યારે પાપનું પોટલું તારે શીર લઈને તું એકલો જાય છે, અને પછી તેના પરિણામે જે દુ:ખ પડે તે પણ તારે એકલાને જ ભોગવવાં પડે છે.
તારું કુટુંબ, સગાંસ્નેહી અને તારું શરીર પણ તારાથી ભિન્ન છે, તે સર્વેને તું સુખ કેવી રીતે આપી શકે ? પૂર્વ પુણ્યના યોગે તને કદાચ સુખ સામગ્રી મળે તોપણ તે સૌના પોતાના ભાગ્યથી મળે છે. તને એવો ભ્રમ પેદા થાય છે, કે હું સર્વને સુખી કરું છું, તારા પુત્રને પેટમાં સખત દર્દ થતું હોય તે જો તું લઈ શકતો ન હોય તો પછી સુખ કેવી રીતે આપે ? માટે દરેકનાં સુખ અને
૧૯૬ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only