________________
છે. જ્યાં કષાયો હોય ત્યાં તેના મિત્રો હોય તે તેને સહયોગ આપે છે. માટે કષાય અને નોકષાય બેને અહિતકર જાણી તેનો નાશ કરવો.
हन्तव्यः क्षमया क्रोधो मानो मार्दवयोगतः।
माया चार्जवभावेन लोभः संतोषपोषतः॥ ११ ॥ ભાવાર્થ : ક્ષમા વડે ક્રોધનો, મૃદુતા વડે માનનો, ઋજુતા વડે માયાનો, અને સંતોષની પુષ્ટિ વડે લોભનો નાશ કરવો. જેમ વૈદ્ય રોગીને ઔષધ આપે છે. તેમ ગ્રંથકાર ભવ્યજીવોને કષાયના રોગનું શમન કરવા ક્ષમાદિ ઔષધ આપે છે. નિરોગીતા થતાં સુધી ઔષધનું સેવન જરૂરી છે તેમ નિષ્કષાયી થતાં કષાયોનું શમન જરૂરી છે. દરેક ક્રોધની સામે તેનો વિપક્ષ કરનારા ગુણો આત્મામાં રહેલા છે. પરંતુ કષાયભાવમાં તદાકાર થયેલા જીવને તે ગુણો પ્રત્યે દૃષ્ટિ નથી તેથી તે કષાયોને આધીન વર્તે છે.
વિવેચન : કષાયોનું ઉપશમન એ મોક્ષમાર્ગની કેડી છે. કારણ કે બુદ્ધિ કે કેવળ શાસ્ત્રજ્ઞાન વડે મુક્તિ નથી. બુદ્ધિની વૃદ્ધિ હોવા છતાં કે શાસ્ત્રજ્ઞાન હોવા છતાં તેને કષાયો પડે છે. છતાં તમે નિર્ભય છો કે આપણને શું વિઘ્ન નડવાનું છે ? અંતરંગની વ્યાકુળતાને જાણો છો છતાં ભ્રમમાં તેને નિભાવતા નથી ને ? કષાયોને ઉપશાંત કર્યા વગર અજ્ઞાનદશાનું નિવારણ કર્યા વગર વક્ર એવા કષાયો અને વિકારી વિષયોનો પરિહાર ક્યા બળ પર કરશો ?
અરે ! તપ તપતા તપસ્વી, શાસ્ત્રવેત્તા જ્ઞાની, દુન્યવી બુદ્ધિ પ્રતિભાવાળા સહુ કોઈને જો સમ્યજ્ઞાનની ભૂમિકા ન હોય તો ક્રોધે છેક અધોગતિએ પહોંચાડ્યા છે, માન અને માયાએ તિર્યંચગતિમાં ગબડાવ્યા છે. અને લોભે તો છેક નિષ્ફર યોનિમાં ધકેલી દીધા છે. માટે કષાયોની ઉપશાંતતા વડે તે જ કષાયો ક્ષીણ કરવા સદાય સાવધાન રહેવું.
ક્ષમા વડે ક્રોધનો પરિહાર કરવો. નમ્રતા વડે માનને મનાવી લેવું. સરળતા વડે માયાને ત્યજી દેવી અને સંતોષ વડે લોભજનિત
મંગલમય યોગ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org