________________
તૃષ્ણાનો ત્યાગ કરવો. ચારે કષાયોનું સ્થાન ક્ષમા આદિ ગુણો લે તે સાધકને પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે.
हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । वेदत्रयं च हन्तव्यं तत्त्वज्ञैर्दटधैर्यतः ॥ १२॥
ભાવાર્થ : તત્ત્વજ્ઞાનીઓએ હર્ષ, શોક, જુગુપ્સા, (તિરસ્કાર) ભય, રતિ, અતિ અને ત્રણ વેદ એમ નવ નોકષાયને દૃઢ ધૈર્યથી હણવા જોઈએ.
વિવેચન : કોધાદિ મૂળ કષાયના સહયોગમાં નવ નોકષાય રહે છે. તે એવા વફાદાર છે કે કોધાદિ ચાર કષાયોના નાશ થયા પછી આ નવ નોકષાય ગુણ શ્રેણિની ભૂમિકાએ અનુક્રમે નાશ પામે છે. એટલે ભ્રમમાં ના રહેવું કે મૂળ કષાય ગયા પછી આ નોકષાય મને શું કરશે ! વાસ્તવમાં આમ તો અંતે જવાવાળા સંજવલનના રસવાળા લોભની હાજરી જાણે તેમને સ્થાન આપતી હોય તેમ આ નોકષાય ગયા પછી દસમે ગુણ સ્થાનકને અંતે સૂક્ષ્મ કષાયનું મૂળ સમાપ્ત થાય છે.
દુન્યવી સુખના અભિલાષીને શુભયોગમાં સંસારના સુખોનો રાગ હર્ષ ઉપજાવે છે. અને અશુભયોગમાં આવી પડતાં દુઃખો પેલા સુખના સ્થાને થયેલા હર્ષને શોકમાં ગબડાવી દે છે. હર્ષમાં માનવ હસે છે અને શોકમાં તે રડે છે.
સંસારમાં સર્વ પ્રકારે સુખ જ હોય તેવું બનતું નથી સઘળી જગાએ માન મળે તેવું પુણ્ય હોતું નથી. એટલે ક્યાંક અપમાન થાય કે દુર્ભાવ થાય તેવા સંયોગમાં જીવને જડ ચેતન પદાર્થો પ્રત્યે તિરસ્કાર ઊપજે છે.
સંસારમાં વસતો માનવ નિરંતર ભયના ભરડામાં જીવતો હોય છે. કેટલીક વાર કલ્પનાનો ભય તેને ડરાવતો હોય છે. પશુપક્ષી સર્વે ભયથી ગ્રસિત હોય છે.
માનવમાં જેમ સિંહને પિંજરમાં પૂરવાનું કે રણમેદાને મરી ફીટવાનું બળ હોય છે, તેમ ઘણા પ્રકારના ભય પણ હોય છે.
મંગલમય યોગ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org