________________
અટવાયા કરે છે. તેને માટે સદા રાત્રિ છે. તે માને છે કે હું ક્રોધી છું, માની છું, માયાવી છું, લોભી છું. આવા અભિપ્રાય વડે કલુષિત થયેલો તે શું ગુમાવે છે ? સ્વયં પરમાત્માપણાનું સામર્થ્ય ગુમાવી પોતાના પરમાત્મસ્વરૂપનો ત્યાગ કરે છે. માટે કષાયોથી થતું અહિત જાણો અને કષાયોનો ત્યાગ કરો.
कषायास्तनिहन्तव्यास्तथा तत्सहचारिणः ।
नोकषायाः शिवद्वारार्गलीभूता मुमुक्षुभिः ॥ १० ॥ ભાવાર્થ : તેથી મુમુક્ષુઓએ મોક્ષધારમાં અર્ગલા સમાન કષાયોનો તથા તેના સહચારી કષાયોનો નાશ કરવો જોઈએ.
વિવેચન : કષાયો આત્માનું કેવું અહિત કરે છે તેનો વિચાર કરી તેનો પરિહાર કરવો. કષાયો અત્યંત ભયાનક છે.
ક્રોધ સ્વને અને પરને સંતાપ અને ઉદ્વેગ આપે છે, પ્રીતિનો – સ્નેહનો નાશ કરે છે, પરિણામે વૈરનો અનુબંધ કરાવી મોક્ષનાં દ્વાર બંધ કરે છે. એટલે જેમ બારણું સખત બંધ કરવા માટે તેના ઉપર લોઢાનો પાટો (અર્ગલા) રાખવામાં આવે છે તેમ ક્રોધાદિ કષાયો મોક્ષના દ્વાર માટે અર્ગલા જેવા છે.
માન તો જીવને મૂળમાંથી વિનયરહિત કરીને તેનામાં રહેલા ધર્મભાવને જ નષ્ટ કરે છે. આત્મામાં રહેલા શ્રુત-જ્ઞાનને, શીલ-સદાચાર વ્રતને અને વિનયને દૂષિત કરે છે. અહંકાર પુરુષાર્થમાં વારંવાર માથું મારી આત્માને મોક્ષમાર્ગમાં ભયંકર વિઘ્ન ઊભું કરે છે.
માયા જીવને માયાવી બનાવે છે. તે સ્વજનો કે મિત્રોનો વિશ્વાસ ગુમાવે છે. તેનું ચિત્ત દરેક પ્રસંગે કપટયુક્ત હોય છે. માયાવી મોક્ષમાર્ગમાં પ્રયાણ કરી શકતો નથી. - લોભ પાપજનકવૃત્તિનો સરદાર છે. સર્વ પાપો લોભના આશ્રયે ટકે છે. સર્વ દુઃખોને આમંત્રણ આપનાર લોભ છે. તેનો ભોગ બનેલા આત્માના મોક્ષના સુખ ત્યજી દે છે.
આ રીતે કષાયોની પ્રબળતા મુમુક્ષુના મોક્ષની ભાવનાને અજગરની જેમ ગળી જાય છે. અને તેમાં નવ નોકષાયો તેના સહચારી બને
૧૦
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org