________________
પ્રગટ થાય છે.
अपसर्पन्ति ते यावत् प्रबलीभूय देहिषु ।
स तावन्मलिनीभूतो जहाति परमात्मताम् ॥ ९ ॥ ભાવાર્થ : જ્યાં સુધી પ્રાણીઓમાં કષાયો પ્રબલ થઈ કાર્ય કરતા હોય છે ત્યાં સુધી મલીન થયેલો આત્મા પરમાત્માનો ત્યાગ કરે
વિવેચન : આત્મા કષાયી થયો ક્યારથી ! જીવ અનાદિ છે, કર્મો અનાદિ છે, તેનો સંયોગ અનાદિ છે. કષાયી આત્મા દિશા - મૂઢ છે. ૧. ક્રોધાદિ કષાયોવાળો. ૨. રાગદ્વેષનાં પરિણામવાળો. ૩. મિથ્યાત્વ સહિતની જુષિત બુદ્ધિ વડે પાંચ પ્રાણાતિપાત
અવ્રત-આશ્રવ દ્વારા કર્મોના સંયોગવાળો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના અભિપ્રાયવાળો. ૪. જીવરક્ષા કે જીવવધનો નિર્ણય કરવામાં મૂઢ તથા ક્લિષ્ટ ચિત્ત. ૫. આહાર, ભય, મૈથુન, પરિગ્રહની સંજ્ઞાઓથી ગ્રસ્ત. ૬. આઠ પ્રકારના કર્મબંધનના ભારવાળો. ૭. નિરંતર જન્મ-મરણ વડે આત્મભ્રાંતિવાળો. ૮. ચારે ગતિના પરિભ્રમણથી દુર્બળ થયેલો. ૯. દીર્ઘકાળના દુઃખોથી – દેહભાવથી દીન બનેલો. ૧૦. વિષયસુખમાં આસક્ત એવો તે કષાયી કહેવાય છે.
પ્રાણીઓમાં આવા પ્રકારની કષાયોની પ્રબળતા હોય છે. જેમ અતિભારથી યંત્ર ખોટકાઈ જાય, ભારને વહન કરનાર બળદાદિ થાકી મૃતપ્રાય થાય, તેમ કર્મોના ભારથી પરિભ્રમણ કરતો માનવ , દીન-હીન નપુંસક જેવો પુરુષાર્થ વગરનો થઈ જાય છે.
કષાયની ઉપરોક્ત દસ પ્રકારની કાલીમાવાળો તે અંધકારમાં
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org