________________
लोकेऽपि सात्त्विकेनैव जीयते परवाहिनी ।
उधूलिकोऽपि नान्येषां, दृश्यतेऽह्नाय नश्यताम् ॥ १५० ॥ ભાવાર્થ : દુનિયામાં સાત્વિક મનુષ્ય દ્વારા જ દુશમનની સેના જિતાય છે, જલ્દીથી નાસી છૂટતા બીજાઓનો તો પત્તો પણ લાગતો નથી.
વિવેચન : રણમેદાનમાં ઊતરેલા સૈનિકો જ્યારે દુશ્મનના મારથી ગભરાઈ જાય છે, ત્યારે રણમેદાન છોડી ભાગી જાય છે, પછી તેમનો કોઈ પત્તો લાગતો નથી. પરંતુ જે સૈનિકોમાં સાત્ત્વિકતા છે, પ્રામાણિકતાનું ખમીર છે તેઓ રણમેદાનમાંથી પીછેહઠ કરતા નથી. પરંતુ પ્રાણ જતાં સુધી લડી લે છે.
એ પ્રમાણે વિષય કષાયરૂપી આંતરિક શત્રુઓને હરાવવામાં સાત્ત્વિક મનુષ્યો જ ટકે છે. અને કષ્ટ વેઠીને પણ તેમને જીતે છે. યોગીજનોને માટે આંતરિક સંગ્રામ એ સંયમના બળની વૃદ્ધિ માટે
સાત્વિક અર્થાત્ સત્ત્વવાળા મનુષ્યો તેઓ જે કામની જવાબદારી લે તેને પૂરેપૂરી નિભાવે છે, કોઈ વિકટ પરિસ્થિતિમાં પાછા પડતા નથી. દુન્યવી પદાર્થોનું મમત્વ મંદ પડવાથી એ સત્ત્વ પ્રગટ થાય છે. સાત્ત્વિક માનવો પ્રથમ તો પરોપકારાદિ જેવાં કાર્યો કરીને સાત્ત્વિકતા કેળવે છે. તે સાત્ત્વિકતાનો સંસ્કાર તેમને પારમાર્થિક સાધનામાં ટકાવી રાખે છે. તેમાં તેઓ નબળાઈને પોષતા જ નથી. આથી સાત્ત્વિક મનુષ્યો પારíથિક કાર્ય સિદ્ધિ કરે છે.
लोकोत्तरान्तरंगस्य, मोहसैन्यस्य तं विना ।
संमुखं नापरैः स्थातुं शक्यते नात्र कौतुकम् ॥ १५१ ॥ ભાવાર્થ : અલૌકિક એવા અંતરંગ મોહ સૈન્યની સન્મુખ બીજાઓથી તો સત્ત્વ વિના ઊભા પણ રહી શકાતું નથી. આમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
વિવેચનઃ અંતરંગ મોહની પ્રબળતા એવી છે કે જાણે તે સર્વ
૧૩૪
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org