________________
કાર્યમાં મોખરે રહે છે. સંસારી જીવો ને તે સર્વોપરી છે, એટલે કેવળ લૌકિક ભાવ વડે જ તેનું પોષણ થવા છતાં તેની સર્વોપરિતા અલૌકિક છે. વાસ્તવમાં પરમતત્ત્વ એ વિશ્વમાં સર્વોપરી હોવાથી અલૌકિક છે. પરંતુ વિરલ જીવોને બાદ કરતાં સમસ્ત સંસાર ઉપર એક છત્રી સામ્રાજ્ય મોહનું પ્રવર્તે છે. કદાચિત બહારમાં દેખાતા ત્યાગ વિરાગની અંતરંગ આ મોહ તેની સેના સહિત હાજર હોવાથી સાધકો પણ ભ્રમમાં પડે છે. આવા મોહના સૈન્યની સામે સામર્થ્યવાળો ટકીને મોતને હંફાવે છે. તે સિવાય સત્ત્વહીન માનવ તો ત્યાં ટકી શકતો જ નથી.
ગુરુ અનુગ્રહ મળે આ સત્ત્વ આત્મબળની વૃદ્ધિ કરે છે. ધનની વૃદ્ધિ માટે ગમે તેવા પ્રયોજન કરી મોહવશ સત્ત્વહીન થતો નથી. સ્ત્રી આદિ પ્રત્યે મોહવશ થઈ અન્ય અપકૃત્યો કરતો નથી. માનપ્રતિષ્ઠા માટે કોઈ છળ-કપટ કરતો નથી. આથી સાત્ત્વિકતાના બળે તે જીવનની ઉત્તમતાને ટકાવે છે.
પરંતુ જેનામાં આવું સત્ત્વ નથી તે તો થોડા લોભ ખાતર ધન મેળવવા ગમે તેની ખુશામત કરે છે. કરેલી પ્રતિજ્ઞાઓમાં પણ મોહવશ નબળો પડે છે. પ્રતિજ્ઞા લેવામાં પણ તેને મોહ છેતરે છે. મોહવશ તે એમ માને છે કે આ જિંદગીમાં ભોગ સુખ સિવાય અન્ય કંઈ કરવા જેવું નથી. આવી પરવશતાથી સત્વહીન થયેલો તે મોહના અંતરંગ અન્ય સૈન્ય સામે ટકી શકતો નથી. ખરેખર તો અલૌકિક એવા અંતરંગ આત્મબળ સિવાય મોહના સામ્રાજ્યને હરાવી શક્તો નથી.
सर्वमज्ञस्य दीनस्य, दुष्करं प्रतिभासते ।
सत्त्वैकवृत्तिवीरस्य ज्ञानिनः सुकरं पुनः ॥ १५२ ॥ ભાવાર્થ : અજ્ઞાની એવા દીન પુરુષને બધું જ દુષ્કર લાગે છે. જ્યારે સત્ત્વ એ જ એક જીવન છે જેનું એવા વીર સત્ત્વશાળી જ્ઞાની પુરુષને બધું જ સહેલું લાગે છે.
વિવેચન : સંસારમાં અનેક પ્રકારનો ઉદ્યમ કરનાર કુશળ મનાતો,
મંગલમય યોગ.
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org