________________
લોકસભામાં અગ્રગણ્ય ગણાતો, સમાજમાં પ્રતિષ્ઠિત મનાતો પણ જો અજ્ઞાની છે તો તેની સાત્ત્વિક જીવન પ્રત્યે દૃષ્ટિ થઈ નથી. તે કદાચ સજ્જનતા સુધી પહોંચશે, પરંતુ તેને સંસારની રજસ પ્રવૃત્તિઓ છૂટતી નથી. જ્યાં તેને માનાદિ ન મળે ત્યાં તેને કંઈ રૂચતું નથી, નિષ્કામભાવે પ્રવૃત્તિ કરવી તે પુરુષને દુષ્કર લાગે છે.
અજ્ઞાનીને સંસારની અશુભક્રિયામાં પુરુષાર્થ કરવો રુચે છે. પરંતુ શુભક્રિયામાં કંઈ પણ કરવું તેને દુષ્કર લાગે છે. જ્યારે સાત્ત્વિક ગુણવાળો સત્ત્વશાળી બને છે ત્યારે તેનામાં જ્ઞાનીપુરુષ જેવી પ્રતિભા પ્રગટ થાય છે. તેને આત્મિકહિત માટે કંઈ પણ કરવાનું હોય તો તેને સર્વ સહેલું લાગે છે. જેમ ભિખારીના હાથમાં રહેલું તૂટેલું પાત્ર તેને ત્યજવું કઠણ લાગે છે. પરંતુ સમક્તિ દૃષ્ટિવંત ચક્રવર્તીને છ ખંડનું આધિપત્ય ત્યજી દેવું સહેલું હોય છે.
જેની પાસે સ્વરૂપનિષ્ઠાનું બળ છે. તે વિભાવથી મુક્ત થવા પ્રયત્ન કરી જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રત્યે રુચિ કરે છે. એવો સત્ત્વશાળી જ્ઞાની છે.
द्वित्रास्त्रिचतुरा वापि यदि सर्वजगत्यपि ।
प्राप्यन्ते धैर्यगाम्भीर्योदार्यादिगुणशालिनः ॥ १५३ ॥ ભાવાર્થ : આખા વિશ્વમાં જો ધીરતા, ગંભીરતા અને ઉદારતા આદિ ગુણોથી શોભતા મનુષ્યો મળે તો તે બે-ત્રણ કે ચાર જ મળી શકે તેમ છે.
વિવેચન : વિશ્વમાં પારમાર્થિક દૃષ્ટિએ જ્ઞાની કે ગુણીજનોનો દુકાળ હોય તેવું લાગે છે. કેમકે જનસમૂહમાં ધીર, ગંભીર અને ઉદારચિત્ત માનવો જવલ્લે જોવા મળે છે. આરંભ પરિગ્રહની મૂએ માનવને સ્વાર્થી, મોહી, અહંકારી બનાવી મૂક્યો છે. કોઈ પરિસ્થિતિમાં કંઈ મુશ્કેલી આવે ઉતાવળા થઈ જવાનું તેને માટે સુકર છે. પણ ધીરજપૂર્વક સમાધાન કરવું તેને માટે કઠણ છે. ઘર કુટુંબ કે જનસમૂહમાં ગંભીરતાપૂર્વક વર્તવાનું તેને ફાવતું નથી કે સમયની ગંભીરતા પણ તે જાણતો નથી. વળી સૌની સાથે વિચારની કે
૧૩૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org