SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તનની ઉદારતા પણ જાળવતો નથી. મહદ્અંશે માનવની માનસિક ભૂમિકા આવી છે. ક્વચિત જ ધીર ગંભીર અને ઉદાર માનવનાં દર્શન થાય છે. સંકટ આવે સત્યને ચૂકે નહિ, આપદ આવે ટેકને ચૂકતો નથી, એવી ધીરતા શ્રાવકનો સાધકનો ઉત્તમ ગુણ છે. તે સાંસારિક ક્ષેત્રે અને સવિશેષ, આધ્યાત્મિક ક્ષેત્રે ગંભીરતાપૂર્વક વર્તે છે, દરેક પ્રસંગને ઓળખે છે અને તેમાં યોગ્ય ગંભીરતા જાળવે છે. ધનાદિના વ્યવહારમાં વિચારમાં ભાવનામાં કે અન્યોન્ય વ્યવહારમાં ઉદારતાથી વર્તે છે. વ્યવહારિક ક્ષેત્રે આવા ગુણોની જરૂર છે તેથી પણ સવિશેષ આધ્યાત્મિક ક્ષેત્રે આવા ગુણોની જરૂર છે. કારણ આવા ગુણો વગર આધ્યાત્મિક બળનું ઊંડાણ આવતું નથી. ક્ષુદ્રતા એ મહાદોષ છે, આવા ગુણો ભલે વિરલ વ્યક્તિમાં હોય તે સર્વ જીવને આદર્શરૂપ અને હિતકારી છે. - बाहुल्येन तदाभासमात्रा अपि कलौ कुतः । बुसप्रायैस्तु लोकोऽयं पूरितो भवपूरकैः ॥ १५४ ॥ ભાવાર્થ : ઉપર કહ્યા તેવા તો નહિ પણ તેનો આભાસ જેનામાં દેખાય તેવા મનુષ્યો પણ આ કલિકાલમાં ઘણા પ્રમાણમાં ક્યાંથી હોય ? કારણકે આ જગત તો ભવ પૂરો કરનારા નિઃસત્ત્વ જીવોથી ભરેલું છે. મંગલમય યોગ વિવેચન : ધીર, ગંભીર અને ઉદાર ગુણો પૂર્ણપણે ભલે ન હોય પણ તેનો આછો સંસ્કાર પણ જીવમાં હોય તો તે હિતકારી બને. આ કળિકાળમાં એવાં તે કેવા દોષ લઈને જીવો જન્મ્યા કે સત્ત્વમય ગુણો પણ ધારણ કરી શકતા નથી. માનવજન્મ દુર્લભ મનાયો છે, અબજો મનુષ્યો આ ધરતી પર જીવે છે. તેમાંના મોટા ભાગના માનવો આવા ગુણો રહિત હિનસત્ત્વ જીવન જીવી રહ્યા છે. તે કદાચ કોઈ પદવીધારી પણ હોઈ શકે, શિક્ષિત હોઈ શકે. સમાજમાં અગ્રેસર હોઈ શકે છતાં પણ જો આવા ગુણો નથી તો તેમનું જીવન નિઃસત્ત્વ છે. માનવજન્મનું સાર્થકપણું ગુણોના વિકાસમાં Jain Education International O For Private & Personal Use Only ૧૩૦ www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy