________________
રહેલું છે. માનવજન્મમાં દઢ કરેલા ગુણો જન્માંતરે પણ સંસ્કારરૂપે સાથે આવે છે. જો જીવન નિઃસત્ત્વ હશે તો કુસંસ્કારનું પોટલું શિર ઉપર લઈ જવાનું માનવના ભાગ્યમાં લખાશે. અને પોટલાના ભારથી નીચે તળિયે-અધોગતિમાં બેસી જશે.
આવા ગુણોને શ્રીમંતાઈ સાથે કે શિક્ષણ સાથે સંબંધ નથી. સાત્ત્વિક જીવોના આ ગુણો જ તેમની શ્રીમંતાઈ અને શિક્ષણને પ્રસિદ્ધિ આપે છે. ગુણોરહિત જીવન ભવ ગુમાવ્યા જેવું છે. વાસ્તવમાં આત્મા સ્વયં ગુણોનો ભંડાર છે. આત્મિક ગુણોની ભૂમિકા માટે પ્રથમ આવા સાત્ત્વિક ગુણોની જરૂર છે.
मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् ।
गृह्णन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ॥ १५५ ॥ ભાવાર્થ : જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને ભવિષ્યમાં સુખ આપનારા લોકોત્તરફળને ગ્રહણ કરતા નથી તે મનુષ્ય હોવા છતાં પણ પશુ છે.
વિવેચન : મનુષ્યજન્મનું દુર્લભપણું જેને સમજાયું છે, તે તો આ ભવની સાર્થક્તા માટે લોકોત્તર માર્ગની સાધના કરીને લોકોત્તરફળમોક્ષફળને પામે છે. જે મનુષ્ય નિરામય અને શાશ્વત સુખ ઇચ્છે છે તે માનવ લોકિકધર્મની ઉપાસના કરતો નથી. પરંતુ જો તેને મનુષ્યજન્મનું દુર્લભપણું સમજાયું હશે તો તે લોકોત્તર એટલે લોકસંજ્ઞા રહિત, સંસારના ભાવથી રહિત એવા સુખદ ફળને ચાહે છે. લોકોત્તરફળની પ્રાપ્તિના સાધન ભોગ નહિ પણ ત્યાગ છે. રાગ નહિ પણ વૈરાગ્ય છે. વિકારી સુખ નહિ પણ નિર્વિકાર સુખ છે. જો મનુષ્યપણું પામીને આવા સાધનને તે સેવતો નથી તો મનુષ્ય અને પશુમાં અંતર શું રહેશે ? પશુને કોઈ સાધના નથી અને મનુષ્યને પણ તેનું પ્રયોજન જણાતું નથી તો મનુષ્યની આકૃતિ હોવા છતાં તે પશુ છે.
જે મનુષ્યભવ મુક્તિનું સાધન બને છે. તેવો દુર્લભ ભવ કેવળ સુખ-ભોગ જેવા વિકારીને હવાલે કરવા જેવો નથી, પણ દઢ મનોરથ
૧૩૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org