________________
કરીને મુક્તિપંથની દિશા પકડવાની છે.
तत्पुनर्मोक्षदो धर्मः शीलांगवहनात्मकः ।
प्रतिश्रोतःप्लवात् साध्यः सत्त्वसारैकमानसैः ॥ १५६ ॥ - ભાવાર્થ : તે કારણથી સાત્ત્વિક પુરુષો જ શીલના અંગોનું વહન કરવા સ્વરૂપ, મોક્ષને આપનારા એવા ધર્મના પ્રવાહની સામે તરવાની વૃત્તિ સાધી શકે છે.
વિવેચન : મનુષ્યપણું પામીને પશુતાના સંસ્કારમય જીવન ન બને તે કારણથી સત્ત્વશીલ પુરુષો પ્રથમ તો શીલના અંગોરૂપ અહિંસા, સત્ય, અદત્ત, બહ્મચર્ય અને અપરિગ્રહને ધારણ કરે છે. સંકટમાં પણ શીલનો ત્યાગ કરતા નથી. એવા શીલના પાલનથી તેઓ મોક્ષને આપનારા ધર્મને ધારણ કરે છે. કારણ કે શીલયુક્ત શુદ્ધ ધર્મ કોઈ વિરલ જીવો જ પામે છે.
જગતમાં પ્રાયે મનુષ્ય સાંસારિક વૃત્તિના પ્રવાહમાં જ તણાતા હોય છે. એ પ્રવાહની સામે પાર જવાની વૃત્તિ ધરાવનાર જીવો વિરલ હોય છે. મોક્ષરૂપ સમ્યગ્દર્શનાદિ ધર્મના બળે જ સંસારના જબરજસ્ત પ્રવાહની સામે શીલવાન તરી પાર ઊતરે છે. શુદ્ધ ધર્મ રહિત મલિન વાસનાવાળો સત્ત્વહીન માનવ પ્રબળ એવા મોક્ષમાર્ગને સાધી શકતો નથી. પરંતુ આત્મવિશુદ્ધિને બળે જ તે સંસારને તરી શકે છે. માટે શુદ્ધ ધર્મનું આરાધન એ સાહસ છે.
ततः सत्त्वमवष्टभ्य त्यक्त्वा कुग्राहिणां ग्रहम् ।
क्रियतां भोः ! सुधर्मस्य करणायोद्यमः सदा ॥ १५७ ॥ ભાવાર્થ: હે લોકો ! તે કારણથી સત્ત્વનું અવલંબન કરી કદાગ્રહીઓના આગ્રહનો ત્યાગ કરી સદ્ધર્મના પાલન માટે સદા ઉદ્યમ કરો.
વિવેચનઃ માટે હે સુજ્ઞજનો ! તમે જો સત ધર્મને ચાહતા હો તો શીલરૂપ સત્ત્વની આરાધના કરી કોઈ પણ કદાગ્રહ કે કદાગ્રહીના આગ્રહનો ત્યાગ કરજો, શુદ્ધ ધર્મનું પાલન કદાગ્રહથી
મંગલમય યોગ
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org