________________
શક્ય નથી. ધર્મને નામે પણ જો કોઈ કદાગ્રહી એકાંતનો આગ્રહ રાખે તો તેવા કદાગ્રહીનો સાથ ત્યજી દેજો. સત્ત્વનું અવલંબન જ તમને સાચે માર્ગે લઈ જશે. કદાગ્રહ સહિત હજારો યોજન ચાલશો તોપણ ગંતવ્ય સ્થાને નહિ પહોંચો. પરંતુ સત્ત વડે શીઘ્રતાથી માર્ગ પામશો, માટે સત્ ધર્મના પાલન માટે ઉદ્યમ કરો.
જે સાધક આત્માને આધારે જીવવા પ્રયાસ કરે તેને પ્રથમ એ નિર્ણય થવો જોઈએ. સંસાર અસાર છે અને તેના સર્વ પ્રકારો મિથ્યા છે. વળી ચિત્ત વૈરાગ્યથી વાસિત થયેલું હોવું જોઈએ. કદાચ ઉદય પ્રમાણે બાહ્ય વ્યવહારકાર્યો કરવાં પડે તો પણ તેને સવશે આત્માનું માહાલ્ય હોય છે. પદાર્થોના પરિવર્તનને જાણે છે છતાં પોતે જ્ઞાનચક્ષુ વડે શાંતિનો અનુભવ કરે છે.
તત્ત્વદષ્ટિ શુદ્ધ માર્ગને પ્રરૂપક છે. તે નિશ્ચયનયને અનુસરે છે. જેના પરિણામમાં નિશ્ચયનો બોધ સ્થિર થયો છે, તેને માટે તત્ત્વદૃષ્ટિ અત્યંત ઉપકારી છે. આખરી સાધન એ જ છે. પરંતુ તે પહેલાં વ્યવહારધર્મની સાધના આવશ્યક છે. લક્ષ્ય નિશ્ચય પ્રત્યે કે તત્ત્વ પ્રત્યે છે. પરંતુ વર્તમાન ભૂમિકા જેની હજી ભેદવાળી છે. સુખના વલણ અને દુ:ખના ષવાળી છે તેને તથા જેને હજી ઘણા પદાર્થોમાં પસંદ-નાપસંદ ભેદ છે તેને સાચા વ્યવહારધર્મની સાધનામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. નિશ્ચયધર્મ પરિણામ પામે તે ભેદરેખાઓ સહજ ટળી જશે.
કરવાના કામ કરવામાં
૧૪૦
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org