________________
પંચમ પ્રસ્તાવ
ભાવશુદ્ધિ ઉત્પન્ન કરનાર ઉપદેશ
कायेन मनसा वाचा यत्कर्म कुरुते यदा । सावधानस्तदा तत्त्वधर्मान्वेषी मुनिर्भवेत् ॥ १५८ ॥
ભાવાર્થ : તત્ત્વભૂત ધર્મનું અન્વેષણ કરનાર મુનિ જ્યારે જ્યારે મનથી, વાણીથી કે કાયાથી જે કંઈ ક્રિયા કરે ત્યારે ત્યારે સાવધાન રહે.
વિવેચન તત્ત્વભૂત ધર્મ એટલે સ્વરૂપલક્ષી ધર્મનું આરાધન. તેવું આરાધન કરનાર મુનિ મનની સઘળી વૃત્તિને સ્વરૂપ સન્મુખ બનાવે. ચારે દિશાઓમાં અને વિવિધ વિષયોમાં દોડતા મનને તમામ સ્થાનેથી પાછું વાળી સ્વરૂપમાં સ્થિર કરે. મન સ્વભાવતઃ ચંચળ છે તેથી સાવધાન રહીને મુનિ મનને આત્મવૃત્તિમાં સ્થિર કરે.
શરીરમાં સાધનરૂપે મળેલા મનાદિ યોગને સાવધાન રહી યોગમય બનાવે તે મુનિની ચર્ચા છે. અર્થાત્ યોગ ગુપ્તિ તે મુનિજીવનનું અંગ છે, માટે મનને બાહ્ય પ્રકારોથી પાછું વાળી ગોપવવું.
વાણીનો સમ્યક્ પ્રકારે ઉપયોગ કરી, વિશેષપણે મૌનને ધારણ કરવું. વાણીમાં સાવધાનીપૂર્વક અસત્યને ભળવા ન દેવું.
કાયાની કોઈ પણ ચેષ્ટા સાવધાની પૂર્વક કરવી જેથી કોઈ વિરાધનાનો અવકાશ ન રહે. કાયા જ સ્વયં ધર્મનું સાધન બની રહે.
દુચ્ચિતિય. દુભાસિય. દુચિક્રિય.
શુદ્ધ આત્મસ્વરૂપધર્મનું આચરણ કરનારા મુનિ મન વાણી અને કાયાને દુરાચારથી બચાવીને સાવધાન રહીને સર્વ ક્રિયા કરતા હોય છે. સવિશેષ મનોગુપ્તિને સેવે છે. દુર્ધ્યાનમાં લઈ જનારા સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરે છે. અને ધર્મ-ધ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યાં મૈત્રી આદિભાવનાને પુષ્ટ કરે છે. ઇષ્ટાનિષ્ટમાં મનોવૃત્તિનો નિરોધ કરી સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે.
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
१४१
www.jaine brary.org