________________
૧પમાં કર મા શાતાને જ
સંસારની રીતને સુખ
આવા
સુખને જ મોક્ષ માનો, અજ્ઞ જીવો આવા સહેલા મોક્ષની વાતોથી ભોળવાઈ તે પ્રવાહમાં તણાય છે. વળી આહારાદિની લોલુપતાથી તપમાં કષ્ટ માને, ઋદ્ધિના સુખની લોલુપતાને ત્યજવામાં દુઃખ માને અને શરીરની શાતાને ત્યજવામાં કે સંયમ પાળવામાં કષ્ટ માને આવી લોલુપતાને કારણે તેઓ સંસારના સુખને મોક્ષ માનવાની વાતમાં લલચાઈ જાય છે, વળી તેવું કહેનારા તેમને સુખના સાધનો બતાવી, પોતાને પણ તેવાં સાધનો મળે તેવી અભિલાષાથી આવા કુમાર્ગને સન્માર્ગ કહે છે. તેથી તે પ્રવાહમાં જનસમૂહ તણાય છે. તેમાં પરસ્પર લોલુપતાનું જ સેવન થાય છે. વળી એવા પ્રકારનો જનસમૂહ ઘણો મોટો છે, તેથી સૌ તેમાં તણાય છે.
एवमेव सुखेनैव सिद्धिर्यदि च मन्यते ।
तत्प्राप्तौ सर्वजन्तूनां तदा रिक्तो भवेद् भवः ॥ १४९ ॥ ભાવાર્થ : જો આ પ્રમાણે સુખથી જ મોક્ષ માનવામાં આવે તો સર્વ જીવોને તેની પ્રાપ્તિ થઈ જાય અને સંસાર ખાલી થઈ જાય.
વિવેચન : જે ધાર્મિક ક્ષેત્રની બંધ મોક્ષ વ્યવસ્થાને કાલ્પનિક માને છે, તે આ સંસારમાં મોહવશ એમ કહે છે કે આ જીવનમાં જે કંઈ સુખ મળ્યું છે તે ભોગવવા જેવું છે. એ સુખ ભોગવતાં ભોગવતાં મોક્ષ થાય છે. અથવા આ સુખ તે જ મોક્ષ છે. સુખભોગ સિવાય જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા નથી તેને આ માર્ગની પ્રાપ્તિ નથી. પોતાની કલ્પના પ્રમાણે મોક્ષ માને અને સર્વ જીવો માટે એવો મોક્ષ બતાવે. તે સાચી હોત તો પછી આ સંસાર અને મોક્ષની અલગ વ્યવસ્થા પણ ન હોત. અથવા જો સુખને મોક્ષ માનવામાં આવે તો સૌને મોક્ષ સુલભતાથી મળી જાય અને સંસાર જેવું કંઈ રહે નહિ પણ એમ બનવું સંભવ નથી.
એવી મોક્ષની કેવળ વાતો કરનારાને સંસારનો મોહ છૂટ્યો નથી, તે જ્ઞાનીજનોના બોધને સમજ્યા નથી. એમની અલ્પમતિ મોક્ષના હેતુ અને ઉપાયોને કેવી રીતે જાણી શકે ?
મંગલમય યોગ.
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org