SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં અક્રમ લાગે ખરો પરંતુ એ સાધકની અવસ્થા અતિ શીવ્રતાએ વધતી હોવાથી તેનો ક્રમ દૃષ્ટાંતમાં જણાતો નથી, તેથી લોકોને અક્રમનો ભ્રમ પેદા થાય છે. અપવાદ એ છે કે ઇલાચિપુત્ર કે ભરત ચક્રવર્તી જેવા ગૃહસ્થોએ સર્વવિરતિ ગ્રહણ કર્યા વગર કેવલ્યની પ્રાપ્તિ કરી હતી. એમ હોવા છતાં આંતરપરિણતિમાં તેઓ ગુણારોહણની શ્રેણિના ક્રમ પ્રમાણે જ કૈવલ્ય પામ્યા હતા. તેનો કાળ અંતરમુહૂર્તનો હોવાથી કોઈને બે પાંચ મિનિટ જેવો કે કંઈ વધુ સમય હોઈ શકે, વળી તેઓ અપવાદરૂપે ગૃહસ્થ દશામાં કૈવલ્ય પામ્યા પછી સંસારમાં એક ઘડી પણ રોકાયા ન હતા. સર્વવિરતિને ધારણ કરી સિદ્ધિપદને પામ્યા હતા. ચારઘાતી કર્મોનો નાશ કરી, સ્વ-પર પ્રકાશક પૂર્ણજ્ઞાનને પ્રાપ્ત થાય તે કૈવલ્ય છે. આવા ક્રમ રહિત કોઈ વ્યક્તિ, કે મત એમ માનતા હોય કે સિદ્ધિપદની પ્રાપ્તિમાં કોઈ ત્યાગ વૈરાગ્યની જરૂર નથી કે સર્વ સંગ પરિત્યાગની જરૂર નથી તો સઘળા સાધક ગૃહસ્થો ઉત્તમ ચારિત્ર પાળવા છતાં સિદ્ધિપદને પ્રાપ્ત કેમ થતાં નથી ? વળી પૂર્વના આરાધનના ઉત્કૃષ્ટ બળવાળા સાધક કદાચ કોઈ વિશિષ્ટતા વડે કૈવલ્ય પ્રાપ્ત કરે તો પણ કૈવલ્યના અન્ય જે લક્ષણો હોય તે વડે તેની પ્રસિદ્ધિ હોય છે. તેનાથી ઊતરતી કોટિની દશાને કોઈ કૈવલ્ય માને તો તો કૈવલ્ય દશા દરેક ઘરની કે પોતાના મતની બની જાય. सुखाभिलाषिणोऽत्यर्थं, ग्रस्ता ऋद्दयादिगौरवैः । प्रवाहवाहिनो ह्यत्र दृश्यन्ते सर्वजन्तवः ॥ १४८ ॥ ભાવાર્થ : આ સંસારમાં સર્વ જીવો સુખના અત્યંત અભિલાષક અને ઋદ્ધિ આદિના ગૌરવથી ગ્રસ્ત થયેલા હોય છે. તેથી પ્રવાહમાં તણાતા દેખાય છે. વિવેચન : સંસારમાં મહદ્અંશે જીવો ભૌતિક સુખના અભિલાષી હોય છે, તેમને એમ કહેવામાં આવે કે સુખ એ જ મોક્ષ છે. કારણ કે મોક્ષમાં જઈને પણ સુખ ભોગવવાનું છે તો પછી આ ૧૩૨ Jain Education International મંગલમય યોગ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy