________________
સત્ત્વ વગર સિદ્ધિ થવાનું કોઈ પણ શાસનમાં કહ્યું નથી.
વિવેચન : સંસારની દ્વન્દાત્મક સર્વ અવસ્થાઓને સંકેલીને જે સર્વ સિદ્ધિપદને પામ્યા છે કે ભવિષ્યમાં પામશે તે સર્વે આત્માઓ પોતાના સત્ત્વભાવમાં સ્થિર થઈ આત્મ તત્ત્વની મુખ્યતા કરીને પામ્યા છે, તમસ અને રજસ પ્રકૃતિ જ્યારે શમી જાય છે ત્યારે સત્ત્વભાવનો ઉદય થાય છે. સત્ત્વભાવવાળો આત્મા સર્વ જીવમાં સમાનભાવવાળો હોય છે. પરહિતચિંતારૂપ મૈત્રી આદિ ભાવાનાવાળો હોવાથી તેને તત્ત્વદેષ્ટિ પ્રાપ્ત થઈ હોય છે, તત્ત્વદૃષ્ટિનું પરિણામ જ સિદ્ધિપદ છે. જે પદની પ્રાપ્તિ કૃતકૃત્યપરાયણ હોય છે.
સત્ત્વવાળી જગતના સર્વ જીવોની સુખની અભિલાષાવાળો હોવાથી તેનામાં સ્વાર્થ, મોહ કે અજ્ઞાન જેવા દોષો નષ્ટ થાય છે. ચિત્તની એવી સમસ્થિતિ જ ચેતનાની ઉત્તરોઉત્તર શુદ્ધિ પ્રાપ્ત કરે છે. સત્ત્વગુણ એ સમયમાં આવતા બહારના મલિનતાયુક્ત દોષોને દૂર રાખે છે અને પૂર્વના મલિન દોષોને નષ્ટ કરે છે.
તાત્ત્વિકતાથી જીવને જગતનું સાચું સ્વરૂપ જણાય છે. તેથી તેનાં આંતરચક્ષુ ખૂલે છે. તે બહાર નામરૂપ રંગમાં આકર્ષણ પામતો નથી. તે હવે કર્મની પ્રકૃતિ જન્ય જીવન જીવતો નથી પરંતુ ચેતનાની ફુરણાનો સ્વીકાર કરી યોગ વ્યવહાર કરે છે. ત્યજવા જેવું ત્યજી દે છે. અને આદરવા જેવું આદરી અંતે દ્વન્દ્રના ભેદ રહિત સિદ્ધિપદને પામે છે. એવા સત્ત્વના સામર્થ્ય વગર કોઈ સિદ્ધિપદને પામશે તેમ શાસનમાં કહ્યું નથી.
एवमेव सुखेनैव सिध्यन्ति यदि कौलिकाः ।
तद् गृहस्थादयोऽप्येते किं न सिध्यन्ति कथ्यताम् ? ॥ १४७ ॥ ભાવાર્થ ? જો એમને એમ સુખપૂર્વક જ વામમાર્ગીઓ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય તો પછી ગૃહસ્થો વગેરે પણ કેમ સિદ્ધિ પ્રાપ્ત ન
કરે !
- વિવેચનઃ સિદ્ધિનો, મોક્ષનો કે મુક્તિનો માર્ગ ક્રમને ગ્રહણ કરે છે. એ માર્ગનો ક્રમ અપવાદરૂપે કોઈએ પ્રાપ્ત કર્યો હોય ત્યારે
૧૩૧
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org