________________
ભાવાર્થ : જે પ્રાણી સ્થિરતાવાળું છે, ધીર અને ગંભીર છે. તે કદી પણ સંપત્તિઓમાં હર્ષથી વ્યાપ્ત બનતું નથી. અને વિપત્તિઓમાં વિષાદથી ઘેરાતું નથી.
વિવેચન : જે જીવ મનની ચંચળતાઓથી વ્યગ્ર નથી પણ સાધનાકાળમાં કોઈ શુદ્ધ અવલંબન વડે સ્થિરતાનો અભ્યાસ હોવાથી તે અંતર કે બાહ્ય પરિસ્થિતિમાં વિચલિત થતો નથી. સ્થિરતાના અભ્યાસને કારણે ચિત્ત પણ સમવસ્થિત હોવાથી તે જીવ ચેતનશુદ્ધિમાં આગળ વધે છે. વળી તે ધીર અને ગંભીર હોય છે જેને કારણે તે વિપુલ સાધનસામગ્રી કે સંપત્તિ હોવા છતાં તેનાથી તાદાભ્ય પામીને તે પાર્થિવ પદાર્થો વડે સુખ માનતો નથી. સંપત્તિ આદિની વૃદ્ધિમાં તેનો હર્ષ ઊભરાતો નથી. તેથી તે વિપત્તિમાં મૂંઝાતો નથી. રોગ, શોક કે સંતાપ થાય તેવા પ્રસંગમાં તે વિષાદથી ઘેરાઈ જતો નથી પરંતુ ધીરજપૂર્વક તેવી વિપત્તિમાંથી માર્ગ કાઢે છે.
જેમ તે સંપત્તિમાં માન કે અહંકારથી છકી જતો નથી પરંતુ ગંભીરતા રાખે છે. તેમ વિપત્તિમાં દુઃખથી હિંમત હારતો નથી. સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ, સંપદ કે વિપદ બંને સંસારલીલાનું નાટક છે. તે પોતાના જ શુભાશુભ કર્મોનું પરિણામ છે, તેવી તાત્વિક શ્રદ્ધા હોવાથી તે પ્રાજ્ઞ આત્મા સ્થિરતા કે સમતાને ત્યજી દેતો નથી. તે જેમ સમતા ધારણ કરે છે તેમ તેમ તેને સાનુકૂળ સંયોગ મળતા જાય છે. તેનું જીવન પ્રભુના અનુગ્રહે આત્મહિતમય એકધારાએ વહે છે.
ધીરતા અને ગંભીરતા વડે માનવ ઉત્તમ જીવનનું ઘડતર કરી શકે છે. ઉતાવળા માનવો જીવનમાં મળેલા સુખને પણ ગુમાવે છે. પરંતુ જે ધીર કે ગંભીર છે તેનું સુખ વધે છે.
ये सिद्धा ये च सेत्स्यन्ति सर्वे सत्त्वे प्रतिष्ठिताः ।
सत्त्वं विना हि सिद्धिर्न प्रोक्ता कुत्रापि शासने ॥ १४६ ॥ ભાવાર્થ : જે આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, અને જેઓ સિદ્ધિપદને પામશે તે બધા સત્વભાવમાં સ્થિર થયેલા હોવાથી જ.
૧૩૦ Jain Education International
મંગલમય યોગ.
www.jainelibrary.org
For Private & Personal Use Only