________________
સમતાથી રહે છે. યોગી સાધનાકાળ સુધી યોગી કહેવાય છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય વડે તે સાધનાના ક્રમને ઉલ્લંઘીને પૌદગલિક યોગનો નિરોધ કરી, નિર્વાણને પ્રાપ્ત કરે છે, એ યોગનું ચરમ લક્ષ્ય છે. તે માટે કષાય મુક્ત અને વિષય રહિત જીવન ઉપાસ્ય બને છે.
વાસ્તવમાં પરમાત્મા સાથે આત્માનું મિલન થાય તે યોગ છે. સર્વયોગમાં અધ્યાત્મની મુખ્યતા છે. આત્મા રાગાદિ ભાવમાં ન પરિણમતા શુદ્ધાત્માના પરિણામોને સ્વસંવેદન દ્વારા સાક્ષાત્ કરે છે. આવો આત્મસાક્ષાત્કાર યોગ દ્વારા સંભવે છે.
શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે શુદ્ધ ઉપયોગરૂપ આત્મ વડે જ આત્માને આત્મામાં લય પમાડનાર યોગી છે. છતાં પૂર્વ સંચિત કર્મ ઉદયમાં આવે તો તેને નષ્ટ કરનાર તથા ઇન્દ્રિયોના વિષયોને સહજપણે જેણે વશ કર્યા છે તે યોગી છે.
પરમાત્મા સાથેની અભેદ ઉપાસના સર્વ તપસ્યાદિ યોગો કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે આ ઉપાસના સર્વ કર્મોનો ક્ષય કરવાવાળી છે. તેથી સર્વ યોગોથી સાધ્ય એવા મોક્ષનું તે સાધન છે. વળી પ્રસ્તુત ગ્રંથમાં કહ્યું છે કે શાંતિ અને સુખમાં રહેલ જેના દ્વાત્મક વિકલ્પો શમી ગયા છે, તે પરિગ્રહ રહિત યોગી વનમાં જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ સાર્વભૌમત્વ ધરાવતો રાજા પણ પ્રાપ્ત કરી શકતો નથી. યોગનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. તેમાં અનેક પદાર્થો સમાય છે. પૂ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં પ્રારંભની ભૂમિકા માર્ગાનુસારીના ગુણોથી કરી છે. અને ત્યાર પછી સમ્યગ્દર્શનાદિ ધર્મ, શ્રાવકાચાર, સાધુધર્મ, ધ્યાનયોગ અને આખરે મોક્ષમાર્ગ પ્રકાશિત કર્યો છે.
સાધકના જે પરિણામ મોક્ષમાર્ગના હેતુરૂપ બને તે યોગ સાધ્ય છે. મરૂદેવામાતાએ પુત્રના કેવળજ્ઞાનનો મહિમા જાણી પોતાના પરિણામને અભુત રીતે પલટી મોક્ષમાર્ગમાં જોડી દીધા તે યોગ છે. દઢપ્રહારીએ ગાયના બચ્ચાને તરફડતું જોઈને દયાના માધ્યમથી પોતાના પરિણામને અંતરપરિણતિમાં જોડી દીધા તે યોગ છે.
ઈલાચીપુત્રે મુનિના દર્શને પોતાને ધિક્કારને પાત્ર ગણી પરિણામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org