________________
ત્યારે શું લઈ જઈશ ? તો હજી સમય છે.
પેલો પાગલ માણસ માથે પોટલું લઈને ફરતો હોય, તેના પોટલામાં શું શું હોય તે જાણે છે ? તેણે સવારે કરેલા દાતણની નકામી ચીરી કે જૂનો બ્રશ, રસ્તામાંથી મળેલું બીડીનું ટૂંકું, જૂનું પવાલું, જીર્ણ વસ્ત્ર. તને લાગે કે અરે આ બિચારો પાગલ છે. નાંખી દેવા જેવી વસ્તુનું પોટલું લઈને ફરે છે.
તારું પોટલું જોઈને જ્ઞાનીઓ પણ એવું જ વિચારે છે, આ ધન, માલ, વસ્ત્રો, પાત્રો, અલંકાર વગેરે જડ પદાર્થોની ઇચ્છાઓનું પોટલું લઈને કેટલાં વર્ષો ફર્યો, અને જેના વગર સર્વ નિરર્થક છે તેવું ચૈતન્ય તેને માટે તે શું શું કર્યું ? તેને માટે કરવા જેવું પણ કિંઈ નથી. કેવળ આ ઇચ્છાઓની મલિનતા ત્યજી દે તો ચૈતન્ય જેવું છે તેવું પ્રગટ થશે.
જ્ઞાનીજનો કહે છે હજી કંઈ પણ બગડ્યું નથી. તમે જ્યારે પણ આ મન, ઇન્દ્રિયો અને તેના વિષયોની નિરર્થકતા સમજાય અને તું તે પ્રત્યેથી પાછો વળે, ત્યાગ તપ, અને સંયમને આરાધે તો જેમ કોટિ વર્ષનું સ્વપ્ન જાગ્રત થતાં સમાય છે, તેમ તું જ્યારે આત્મદષ્ટિ ભણી વળીશ તો તારો આત્મા સ્વયં આનંદસ્વરૂપે તને સાદ આપશે. એ કોઈ ત્રીજો માણસ નથી કે તારે તેને લાવવો પડે. ઇચ્છાઓ કરનાર જે હતો, વિષયો જેની સત્તા વડે પ્રવર્તતા હતા, તેના ઉપરથી મોહાસ્થિત વાદળું હટી જાય તો પ્રકાશિત આત્માનો પ્રકાશ ઝળહળે છે.
જગતમાં પ્રસરેલા વિષયાદિ ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થાય અને તે ભોગવી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ધારીશ ત્યારે ત્યજી દઈશ. પછી તે વિષયની મૂચ્છ નહિ થાય, એમ થવું કઠણ છે કારણ કે જીવને બોધની પ્રાપ્તિ થઈ ન હોય તો તે વિષયાદિ નિવૃત્ત થતા નથી, પણ વિશેષ વર્ધમાન થાય છે. માટે તપાદિ વડે તે ઇચ્છાઓ પ્રથમ શાંત કરી જ્ઞાનદશા વડે નિર્મૂળ કરવી, જે સમયે તને તેવા તપ-ત્યાગના ભાવ આવે ત્યારે વિલંબ ન કરતો. ભૂતકાળ ભલે પાછો ન આવે પણ વર્તમાનમાં જાગ્રત થઈ જાય તો ભૂતકાળ
મંગલમય યોગ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org