________________
માટે સમજ એ મૂરખ મન ! સમજ આ સર્વ વળગાડ છોડ અને મનને અંકુશમાં લઈ તારા ચૈતન્ય સ્વરૂપને જાણી લે. શુદ્ધાત્માને આરાધી લે.
जीविते गतशेषेऽपि विषयेच्छां वियोज्य ते ।
चेत् तपःप्रगुणं चेतस्ततः किञ्चिद् न हारितम् ॥ १८२ ॥ ભાવાર્થ : જીવન લગભગ સમાપ્ત થવા છતાંય જો તારું મન વિષયોની ઇચ્છાનો ત્યાગ કરી તપ માટે તત્પર હોય તો હજી કશું બગડ્યું નથી, ગુમાવ્યું નથી.
વિવેચન : યદ્યપિ મૃત્યુનો કોઈ નિશ્ચિત સમય નથી, છતાં જેટલા દસકા પૂરા કર્યા હોય તે ભલે, અથવા તને લાગતું હોય કે હવે તો જીવન પૂરું થવા આવ્યું છે. તો વિચારી જોજે, તારી પાછલી જિંદગી પર એક નજર નાંખી જોજે કે હવે આજકાલમાં તો મારે જવાનું છે. મેં શું શું મેળવ્યું કે જે મારી સાથે આવશે ? તને જવાબ મળશે કે ભૌતિક જગતનો એક પરમાણુ પણ સાથે આવે તેમ નથી.
આ વૈભવ, આ દોલત, આ પરિવાર, આ સ્વજન, આ યુવાની, અને તને જેના પર અત્યંત મોહ છે તે દેહ પણ સાથે નહિ આવે. તને આનો કંઈ અનુભવ નથી તેવું નથી. અને સંસારની મોહિની તો કેવી છે ? પોતે પોતાના હિત માટે શું લઈ જઈ શકે છે તેનો વિચાર કરવાને બદલે તે વિચારે છે કે ત્રણ દીકરાને બધું વ્યવસ્થિત વહેંચી આપ્યું, દરેકનો સંસાર સુખી છે, બે-ત્રણ પેઢી સુધી વાંધો નહિ આવે, આવું હોવા છતાં પણ તને અંતિમ પળ સુધી જીવન સમાપ્ત થતાં સુધી નિરાંત નથી.
વૃદ્ધાવસ્થામાં સંસારમાં હજી ઘણું કરવાનું તું સામર્થ્ય ધરાવે છે, તો શું તારું મન એ ઈચ્છાઓનો ત્યાગ કરવાનું બળ ધરાવતું નથી ? અનાદિકાળથી ઈચ્છાઓનો મહાવરો તને એવો રુચિ ગયો છે કે તેનો ત્યાગ કરવો કઠણ લાગે છે. પરંતુ તેને કોઈ ધન્ય પળે વિચાર આવી જાય કે આ બધું કરીને પણ મેં શું મેળવ્યું ? હું જઈશ
૧૦૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org