________________
થવું હોય તો પ્રથમ સમાધિમરણ થાય તેવું ઉત્તમ જીવન જીવતો થા, ક્ષમાદિ ગુણથી તારા ચિત્તને ભરપૂર કરી દે, કષાયોને ઉપશાંત કર, ઇચ્છા, તૃષ્ણાનો સંક્ષેપ કર. સંસારનો ઉદય છે તો સાક્ષીભાવે નભાવી લે, અંતે કોઈ સદ્ગુરુની નિશ્રામાં પાવન થા, પછી સમાધિમરણ કરી અનુક્રમે પરમ પદને પ્રાપ્ત કરીશ.
જે દેહનું આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટતું જાય છે તેનો વિચાર કર. સર્વ કરતાં અધિક સ્નેહ જેમાં રહ્યો છે તેવી કાયા પણ રોગાદિથી દુઃખરૂપ થઈ પડે છે, તેને જાળવી રાખવાથી પણ ટકતી નથી. તે દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં તું નિરંકુશ થઈ દોડ્યા કરે છે એથી તું ભૂલી જાય છે કે કાળ તારે માથે ભમે છે.
સમસ્ત વિશ્વ એ મરણ આગળ અશરણ છે, તને મૃત્યુથી ન ધન બચાવી શકે, ન પરિવાર બચાવી શકે, ન મિત્રો સ્વજનો બચાવી શકે, ન સૈન્ય બચાવી શકે, ન હાથી કે ઘોડાનું દળ તને બચાવી શકે, અરે વૈદ્ય હકીમો પણ કાળ આગળ નત મસ્તક બની ઊભા રહે છે. તે સર્વે સ્વયં મરણને શરણ છે. પણ માનવી માત્ર આ વાત ભૂલી કેમ જાય છે ? તેની ચિત્તવૃત્તિ નિરંતર ઇન્દ્રિયોના વિષયોમાં છે. ત્યાં એવી ભુલભુલામણી છે કે ઇન્દ્રિયોને અનેક વિષયો મળી રહે છે. એટલે માનવી સમજે કે ભલે મૃત્યુ આવશે ત્યારે જોઈ લઈશું, પરંતુ અત્યારે તો અહીં મધુબિંદુ જેવું સુખ છે.
ઇન્દ્રિયોના વિષયો નિરંતર મળતા રહે અને તેનાથી આકર્ષણ પેદા ન થાય તેવા તો કોઈ વિરલ મહાત્માઓ જ હશે, તે સિવાય સમસ્ત વિશ્વ ઇન્દ્રિયોના વિષયોમાં આક્રાંત થયેલું છે. મૃત્યુ જેવા અંત સમયે પણ જીવો તેમાં જ પ્રવૃત્ત હોય છે. મૃત્યુનો ભય છે, પણ મૃત્યુનો બોધ પરિણામ પામ્યો નથી.
શાસ્ત્રકારો કહે છે, તારે મૃત્યુ સાથે મૈત્રી હોય. તે આવવાનું નથી તેવી તને ખાતરી હોય અને મૃત્યુ આવે તું તેને ભગાડી શકીશ એવી ખાતરી હોય તો ભલે તું નિરાંત સૂવે, પણ જો ઈન્દ્રિયોને વશ પડી તેના વિષયોમાં પ્રવૃત્ત થઈ તું કાળ વ્યતીત કરીશ તો મૃત્યુકાળ આવશે ત્યારે તું ખાલી હાથે વિદાય થઈશ,
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org