________________
વિલંબથી આવે, એટલે કાળને કંઈ વય સાથે સંબંધ નહિ, તારી ઇચ્છા સાથે સંબંધ નહિ.
મૃત્યુ કયા સ્થાને આવે એ નિશ્ચિત નહીં. અરે, તું માતાના ખોળામાં સૂતો હોય પણ તને કાયમ માટે સૂતો જ રાખે. તું પારણામાં સૂતો રહે અને તારા પ્રાણ નીકળી જાય, તું ખેલતો હોય અને તને અકસ્માત થાય ને ઉપાડી લે, અરે તું સુંદર ગાડીમાં જતો હોય અને ઉપાડી લે, તું દરિયામાં સફર કરતો હોય તો ત્યાં પણ કાળને કંઈ અવરોધ ન આવે તે સ્ટીમરમાં પણ આવી શકે છે. અરે તું આકાશમાર્ગે ગમન કરતો હોય તો પણ તે તારી સાથે વિમાનમાં ફરતો ફરતો તને ઉપાડી લે. તું તારી ઠંડી વાતાયાનવાળી
ઑફિસ કે ઘરમાં જ્યાં ખુરશીમાં નિરાંતે બેઠો હોય કે ખાટલામાં પોયો હોય તોપણ કાળ નિરાંતે ત્યાં આવી પહોંચે. આ સમગ્ર સૃષ્ટિમાં કાળ અને કર્મનો સર્વત્ર જવાનો હક્ક અબાધિત છે. હવે તું ક્યાં નિરાંત કરીને રહી શકીશ ?
હે આત્મન ! હજી પણ સાંભળ, તું રાજા હો કે પ્રજા, સ્ત્રી હો કે પુરુષ, શ્રીમંત હો કે કંગાળ, ધર્મી હો કે અધર્મી, ભક્ત હો કે ભગવાન, બાળક હો કે વૃદ્ધ, દેશમાં હો કે પરદેશમાં, સાધુ હો કે ગૃહસ્થ, વિદ્વાન હો કે મૂર્ખ, તબિબ હો કે વૈજ્ઞાનિક, કોમળ હો કે કઠણ, કાળને કંઈ ભેદ નથી. સર્વ જીવ સાથે કાળ ન્યાયી વર્તન રાખે છે, પરંતુ સમય થતાં એક ક્ષણનો પણ વિલંબ કે સ્થાન માટે કંઈ ચોકસાઈ નહિ. તો પછી તું કોને ભરોસે તારી આ જીવનની ગાડી ચલાવે છે ?
“નગારાં વાગે માથે મોતનાં તું નિશ્ચિત થઈ કેમ સૂતો રે ? મધુ બિંદુ સુખની લાલચે, તું કિચડમાં કેમ ખૂંતો રે.”
મૃત્યુ તને ક્યાં કેવી રીતે લઈ જાય છે ? તારું જીવન પૂર્વે બાંધેલા આયુષ્યકર્મને આધીન છે. જેલની સજા જેવું છે, જ્યાં જેટલું ભોગવાનું હોય તેટલું ભોગવાય. જેવા પરિણામથી બાંધ્યું હોય તેવી ગતિ મળે, તે ગતિ પ્રમાણે સુખદુઃખ મળે, તેમાં કોઈ ફેરફાર કરવો તારા હાથમાં નથી, તું ત્યાં પરાધીન છું. પણ જો તારે સ્વાધીન
૧૭૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org