________________
છેડતી, કોઈ સૂરીલા સંગીત ગાતી.
આવા ભોગવિલાસનું નિરંતર સેવન કરતો એ ભોગી જીવ એક દિવસ જાગી ઊઠ્યો. ક્ષણમાત્રમાં સાતમાળી હવેલી, બત્રીસ પત્નીઓનું સૌંદર્ય, માતાનું વાત્સલ્ય, સુખભોગનાં વિપુલ સાધનો, છેવટે પોતાનું જ સુંદર સુકોમળ શરીર, એ સર્વ પદાર્થોનો મોહ ત્યજીને જાણે પિંજરથી પંખી છૂટે તેમ તે આ બધા પિંજરને તોડીને છૂટ્યો, શીવ્રતાએ સંયમ ગ્રહણ કર્યો. ઉગ્ર તપશ્ચર્યા કરી અને અંતે ગરમ શિલા પર કાયોત્સર્ગ ધ્યાને રહ્યો. શરીર તો જાણે વૃક્ષનું થડિયું. ગરમી હો કે ઠંડી હોય, એક સમતા જ તેમનું તપ હતું. દિવસો સુધી આહાર પાણીનો ત્યાગ હતો, વાચા તો મૌન હતી, મન આત્મભાવમાં લીન હતું. જાણે કે પૂર્વે કોઈ ભોગ ભોગવ્યા જ ન હતા. આમ ત્રિવિધ પ્રકારે તપ તપતા તે મુનિએ જન્મમરણથી મુક્તિ મેળવી. એવા મુનિનું તપ સાંભળી સાધક તપ કર્યા વગર કેવી રીતે રહી શકે ? મુનિના તપ આદિ દરેક ચર્યા કે ચેષ્ટાના રહસ્યોનું શ્રદ્ધાપૂર્વક ચિંતન મનન કરવામાં આવે તો સાધકના કર્મો ક્ષય થવાનું તે મહાન નિમિત્ત છે.
किं न चेतयसे मूढ ! मृत्युकालेऽप्युपस्थिते ।
विषयेषु मनो यत्ते धावत्येव निरङ्कुशम् ॥ १८१ ॥ ભાવાર્થ : હે મૂઢ આત્મન ! મૃત્યકાલ નજીક આવી પહોંચવા છતાં પણ તું કેમ સમજતો નથી ? કેમ કે તારું મન વિષયો તરફ નિરંકુશ બનીને દોડ્યા જ કરે છે.
વિવેચન : મૃત્યુકાળ નજીક ક્યારે કહેવાય ? કાળનો કંઈ ભરોસો ખરો ? કાળનું કંઈ સ્થળ નક્કી ખરું ? તો પછી જે સમય તું પસાર કરે છે તે કોના પર ભરોસો રાખીને કરે છે ? મૃત્યકાળ જીવને માતાના ગર્ભમાંથી ઉપાડી લે, શિશુવયમાં પણ લઈ લે, જન્મીને તરત જ લઈ લે, પાંચ વર્ષના બાળકને લઈ લે, અને તું જે યુવાનીને સાચવે તેવી યુવાનવયે પણ કાળ તને ઝડપી લે, તું પ્રૌઢાવસ્થામાં જરા નિરાંત કરીને બેસે ત્યાં તો મૃત્યુ આવીને ઊભું રહે, અને વૃદ્ધાવસ્થામાં કોઈ રોગમાં મરવા ઇચ્છે તો એ કાળ
મંગલમય યોગ
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org