________________
તને કોઈ વિષમ પરિસ્થિતિ આવે ત્યારે એવા મુનિઓના જીવનનું ચિંતન કરજે, તું વિષમતામાંથી સમતામાં આવીશ. તેમના ત્યાગ વૈરાગ્યનો મહિમા એવો અપૂર્વ છે. મુનિના તપનો મહિમા છે જ પરંતુ મુનિને ગોચરી લેતા જોઈને ઈલાચી કુમારને દોરડા પર નાચતા નાચતા વૈરાગ્ય પેદા થયો અને કૈવલ્ય પામ્યા. મુનિના દર્શનનું નિમિત્ત આવું સાર્થક બને છે.
અત્રે શાલિભદ્રના તપનો મહિમા જણાવ્યો છે. શાલિભદ્ર અત્યંત ધનાઢ્ય દંપતિને ત્યાં જન્મ્યો, દૈવી સંપત્તિ અને સાધનોમાં ઊછર્યો. પુષ્યશૈયામાં સૂનારો, જ્યાં પગ મૂકે ત્યાં જાજમો પથરાયેલી હોય, જેને ઠંડીમાં ઓરડાઓમાં ગરમી મળતી, ગરમીમાં ઠંડક મળતી, સ્નાનના વિલેપનો વડે શરીર અતિ સુકોમળ હતું. એક રાણીને જ્વર આવ્યો હતો, તેના શરીર પર હાથ મૂકતાં મુખમાંથી “ઓહ' થઈ ગયું. તેટલી ગરમી પણ તેનો સુકોમળ હાથ સહી ન શક્યો એવો તે સુકુમાર હતો.
સુંદર રૂપ સંપન્નતા પણ અભુત હતી, રાજા શ્રેણિક જ્યારે તેના સાતમાળી સુંદરતમ મહેલમાં પધાર્યા ત્યારે, પહેલા માળે ઊભેલા તેના સેવકો જ એટલા સુંદર હતા કે રાજા આશ્ચર્ય પામ્યા કે આમાં શાલિભદ્ર કોણ હશે ? જેવું દૈવી સુખ હતું તેવું દૈવીરૂપ હતું. શરીર તો જાણે માખણનો પિંડ. રાજાએ આલિંગન આપ્યું અને શાલિભદ્રને પરસેવો છૂટી ગયો. કેવળ કામિનીઓના કોમળ સ્પર્શથી ટેવાયેલો તે શ્રેણિકના ક્ષત્રિય રક્તયુક્ત કઠણ શરીરનો સ્પર્શ સહી ન શક્યો, છતાં તે પ્રસંગ વૈરાગ્યનું કારણ બન્યો. - રાત્રિ-દિવસના ભેદ વગર બત્રીસ સૌન્દર્યનું એકમ તેને વીંટળાયેલું રહેતું, સ્પર્શ સુખથી થાકે તો વિવિધ પકવાનો હાજર થતા, ઉદરપૂર્તિ થાય ત્યાં તો સુગંધી પદાર્થોથી વાસિત આવાસમાં આરામ કરતો, આરામ કરીને ઊઠે ત્યાં કંકણ અને ઝાંઝરનો ઝમકાર સાથે બત્રીસ રાણીઓ વીંટળાઈ વળતી. કોને જુએ અને કોને મૂકે? કોઈ પંખો ઢાળતી, કોઈ જળપાન આપતી, કોઈ હાથ આપીને પલંગ પરથી નીચે ઉતારતી, કોઈ વસ્ત્રો બદલાવતી, કોઈ વળી વીણાના તાર
-
૧૦૪
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org