________________
વધે તેમ તેમ નમતો જાય.
મનુષ્યમાત્રમાં સંપત્તિ વધે તેમ તેમ નમ્રતા વધે તો તેની પાસેની સંપત્તિ આપત્તિ નહિ લાવે, નમ્રતા ઘણા દોષોથી બચાવે છે, શ્રાવક હો કે સાધુ હો અહંકારથી ડૂબે છે અને નમ્રતાથી તરે છે.
કૂરગણુંક મુનિ આવા ગુણોને ધારણ કરી ચિત્તની નિર્મળતાને સાધ્ય કરી મુક્તિ પામી ગયા તેનું ધ્યાન કરનારા પણ તે ગુણોને પ્રાપ્ત કરે છે અને પરમપદને પામે છે.
सुकुमारसुरूपेण शालिभद्रेण योगिना।
तथा तप्तं तपो ध्यायन् न भवेत् कस्तपोरतः ॥ १८० ॥ ભાવાર્થ : સુકુમાર, સુંદરરૂપ સંપન્ન અને ભોગી એવા શાલિભદ્ર એવી રીતે તપ કર્યું કે જેનું ચિંતન કરનારો કોણ તપમાં રક્ત ન બને ?
| વિવેચન : ચારિત્રશીલ, તપસ્વી, સૌમ્ય એવા મુનિઓનું સ્વરૂપ ચિંતન આપણા આત્માને પ્રકાશ આપે છે. કર્મની નિર્જરા કરાવે છે, કારણ કે શાલિભદ્રને રાગનું બળવાન નિમિત્ત છતાં એક રોમમાં પણ ક્ષોભ પેદા ન થયો. સુકોશલ મુનિને સિંહણે ચીરી નાંખ્યા, લેષનું બળવાન નિમિત્ત છતાં તેમના એક રોમમાં પણ ક્ષોભ પેદા ન થયો, સંયમના બળને, મુલત્વી ન રાખ્યું. અને પરમપદની પ્રાપ્તિ કરી.
ભાઈ ! તું કદાચ વિચારતો હોઈશ કે મને સંસારમાં સુખ મળે પછી કંઈક ધર્મ કરું, વળી તે સુખ ભોગવું અને સાથે સંયમ પળાય તો સંયમના માર્ગે જવું ઠીક પડે. પણ ખાવું અને ગાવું સાથે બનતું નથી તેમ સંસારના સેવન અને સંયમ આરાધન સાથે બનતું નથી. મરણ તને આલોક છોડાવે તેના કરતાં સંયમમાર્ગે જવા તે છોડે તો તને પરમ લાભ છે. એની શ્રદ્ધા થવા શાલિભદ્ર જેવા ભોગી, ત્યાગી થયેલા મુનિઓના જીવનપ્રસંગોને તારા ચિત્રપટ પર અંકિત કર તો તારું આત્મવીર્ય ઉલ્લાસ પામશે.
તું ભલે સંસારમાં હો કે તે સંસારત્યાગ કર્યો હોય પણ જ્યારે
મંગલમય યોગ
o૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org