________________
કર્મ ભૂલથાપ નહિ ખાય તે તો ક્ષણમાત્રમાં તને ઘેરી લેશે. તારા વ્યવહારમાં સ્વાર્થને ત્યજી દે તો વ્યવહાર સરળ બનશે. વડીલોથી પત્ની આદિની વાત કે પતિ-પત્નીથી વડીલોની વાત છુપાવવી શા માટે ? તેમાં અસત્યાદિ શા માટે ભેળવવું ? તેમાં તને શું સુખ છે ? સરળતા એ ગૃહસ્થજીવનનું શીલ છે. તેને ચિત્તમાં ધારણ કરી ધ્યાનરૂપ બનાવવું જેથી નિર્મળતા સહજપણે પ્રગટ થાય.
તું સાધુ છું તારી પાસે માલમિલકત પુત્રાદિ પરિવાર નથી તો તારે શા માટે કપટ કરવું પડે ? સાધુ એટલે સરળતાનું સહજતાભર્યું જીવન. શિષ્યો વચ્ચે ભેદ શો ? કોણ વહાલો ? કોણ દવલો ? વળી સાધુનું હૃદય તો દિગંબર જેવું ખુલ્લું હોય તેને છુપાવવાનું શું ? ભલે કોઈ વ્યવહાર હોય તો પણ મારા-તારા, સંઘ-સંઘાડાની સંકુચિતતા ત્યજી સરળ રહે તે સાધુ. સરળચિત્ત સાધુ નિર્મળ હૃદયથી ભરેલો હોય છે.
સૌમ્યતા તો સાધુનો પ્રાણ છે. સાધુ છે ત્યાં સૌમ્યતા છે. ગુલાબ-મોગરા જેવાં પુષ્પો સુવાસ વગરનાં હોય તો સાધુત્વ સૌમ્યતાહિણું હોય, સાધુના રોમેરોમમાં સૌમ્યતા ઝરતી હોય. તેનું સાન્નિધ્ય પામનાર પણ સૌમ્ય બની જાય. નક્કી કરેલા પરિષહોમાં તો સાધુ જાગૃત હોય, કોઈ પણ પળે માન-અપમાનાદિ પ્રસંગે અહં રહિત કેવળ સૌમ્યતાને ધારણ કરે, કારણ કે સમતાના ભંડાર ભગવાન મહાવીરના સીધા વારસદાર સાધુ છે. સૌમ્યતાની સાધના આત્માની નિર્મળતાને સિદ્ધ કરે છે.
શ્રાવક એ ભવિષ્યનો સાધુ છે, સિદ્ધદશા પામવા સાધુત્વ જોઈએ. અને સાધુત્વને સાકાર કરવા સૌમ્યતા જોઈએ, સૌમ્યતા માટે સર્વાત્મમાં સમષ્ટિ જોઈએ. માટે શ્રાવકે તેના દરેક ક્ષેત્રમાં સમતા કેળવવા પ્રયત્નશીલ રહેવું, તે માટે સાધુ-સંતનો સમાગમ કરવો.
નમ્રતા, લઘુતા, વિનય એ તો પરમ સુખનાં સાધન છે. તાડનું વૃક્ષ ફળ આપે પણ છાંયો ન આપે. આંબો મીઠાં ફળ આપે અને છાંયો પણ આપે, કારણ કે તાડ ઊંચું છે અક્કડ છે. આંબો ઘેરાવાવાળો છે, અને ફળ બેસવાથી નમે છે, જેમ આંબાની સમૃદ્ધિ
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org