________________
પૂરો વિવેક જાળવતા. ગોચરી લેવા જવાના સમયે ગુરુજીના કોપને સમતાથી સહી લીધો. અન્ય મુનિઓની હાંસીને સહી લીધી. અને નિરંતર ચિત્તને પ્રાયશ્ચિત્તમાં જોડેલું રાખ્યું. તે પ્રાયશ્ચિત્તરૂપી અગ્નિની આંચથી ચિત્તની શુદ્ધિ થતાં ઘાતકર્મો નાશ પામ્યાં. સમતા વડે ઉપયોગની અત્યંત સ્થિરતા કરી, શુક્લધ્યાનને પામી તેઓ કૈવલ્ય પામ્યા. ધન્ય તે મુનિ, ધન્ય તે ધરા. તેમના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતાં ભવ્યજનો તેમના જેવા નિર્મળ ચિત્તવાળા બને તેમાં કંઈ આશ્ચર્ય નથી.
કહે છે કે ઉત્તમ સંગે ઉત્તમતા વધે. કૂરગડુકના ગુણોનું ધ્યાન ધરતાં ચિત્ત જો તે ગુણમય બની જાય તો સ્વયં નિર્મળ થઈ જાય. જીવ સંસારના ભાવ કરીને સંસારભાવથી ટેવાઈ ગયો છે. વ્યવહારમાં ખૂબ કુશળ થઈ ગયો છે. કષાય અને વિષયોમાં દીર્ઘકાળથી એકાકાર થઈ ગયો છે. હવે જો એનું ચિત્ત આવા ઉદાત્ત ગુણો પ્રત્યે આકર્ષણ પામે અને નિરંતર તેનું જ ધ્યાન કરે, ચિત્તમાં તે ગુણોને ધારણ કરી પ્રયોગ કરે, તો તે શ્રાવક હો કે સાધુ હો તેનું ચિત્ત નિર્મળ બને.
કોઈ પદાર્થની અપેક્ષા કે આકર્ષણ પેદા ન થાય તો તારામાં સંતોષ સ્થાયી બની જાય. તું ગૃહસ્થ છું તો તારી પુત્રેષણા, વિન્વેષણા અને લોકેષણાનો ક્ષય થઈ તું સ્વયં સંતોષના ઘરમાં નિરાંતે બેસી જાય.
જો તું સાધુ છું તો શિષ્યષણા, પ્રસંગોની એષણા અને લોકેષણાનો ક્ષય કરી સંતુષ્ટ થઈ જઈશ તો નિર્મળ સાધુત્વ પ્રગટ થઈ તને સિદ્ધત્વ દશામાં પહોંચાડશે. આ ત્રણ એષણામાં પૂરા જગતના પદાર્થોની આકાંક્ષા સમાઈ જાય છે. માટે તે એષણાઓ ભૂંડી છે. વિષયાંતર થઈ ભુલાવી દે છે. સંસારી કરતાં પોતે સારો છે. ત્યાગી છે, તેમ મનાવે છે. તે સમયે ચિત્તમાં કૂરગડુકના સંતોષ ગુણનું ધ્યાન કરવું, જેથી એષણાઓ ક્ષય પામે.
શ્રાવક કે સાધુએ જીવનની ચર્ચા અને સંયોગોમાં નિર્દોષતા ટકાવવી. ગૃહસ્થ છું માટે માયા કપટ થયા કરે. એમ માનીશ તો
મંગલમય યોગ
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org