________________
અને પાણી ભિક્ષામાં લાવ્યા હતા. સાધુના નિયમ પ્રમાણે ગોચરીનું પાત્ર ગુરુજી પાસે મૂક્યું. એ નિયમમાં એવો હેતુ હતો કે ગુરુજી ગોચરી જુએ તેમની અમીદષ્ટિ થવાથી ગોચરી વાપરનારને સત્ત્વ અને સંયમ મળે, વળી કોઈ દોષજનક ગોચરી હોય તો તેનું નિવારણ
કરે.
ગુરુજી નારાજ તો હતા. આથી ગોચરીના પાત્ર પર નજર નાખતાં વધુ નારાજ થયા. તે વખતે અન્ય તપસ્વી મુનિઓએ પણ હાંસી કરી, કોઈએ મુનિ પ્રત્યે અનાદર કર્યો, પરંતુ કૂરગડુક મુનિ સુધાથી વિવશ હતા. અત્યંત સમતા વડે તેમણે એ બધું સહી લીધું, અને દરેક તપસ્વી મુનિની અત્યંત અનુમોદન કરવા લાગ્યા, પોતાને ધિક્કાર આપી, મનમાં અત્યંત પસ્તાવો કરવા લાગ્યા. હા, મને ધિક્કાર છે. આ નાના મુનિઓ પણ ઉપવાસી છે. અને આજે હું પર્વના દિવસે આ ઉદરને આહાર આપવા માટે કેટલો બધો વિવશ થયો છું? મારી નબળાઈ માટે મને ધિક્કાર હો.
આવી રીતે દુષ્કૃત્યની ગહ કરતા તપસ્વીઓના સુકૃત્યની અનુમોદના કરતા રહ્યા અને પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી, ગોચરીનો આરંભ કર્યો, પરંતુ તેમનો ઉપયોગ તો ત્રિકરણ યોગ વડે અને ઉપરોક્ત અનુષ્ઠાન વડે શુદ્ધ થતો ગયો. તેઓ શુદ્ધ ઉપયોગમાં આરૂઢ થઈ શ્રેણિએ ચઢ્યા અને અંતરમુહૂર્તમાં પ્રાયશ્ચિત્તના બળ વડે ઘાતી કર્મોનો નાશ કરી કૈવલ્ય પામ્યા.
તે સમયે કોઈ દેવના અવધિજ્ઞાનમાં કેવળજ્ઞાનને વરેલા મુનિનું દર્શન થયું. તે દેવે તે સ્થળે આવી દેવદુંદુભિ વડે મુનિનું બહુમાન કર્યું. દેવદુંદુભિનો અવાજ સાંભળી મુનિઓ વિચારવા લાગ્યા કે કોઈ તપસ્વીને કેવળજ્ઞાન થયું છે. પરંતુ દેવ તો કૂરગડુક મુનિને વંદના કરી ઊભા રહ્યા, ત્યારે સૌને આશ્ચર્ય થયું. સાશ્ચર્યવાળા તેઓએ કેવળ મુનિને વંદન કરી ક્ષમાપના માંગી.
કૂરગડુક મુનિને પોતાની લાચારીનું પૂરેપૂરું ધ્યાન હતું. તે દોષોનો તેમણે બાહ્ય કે અંતરંગમાં બચાવ કર્યો ન હતો. પરંતુ હંમેશાં તે દોષનું પ્રાયશ્ચિત્ત કરતા. પોતાના આત્માની નિંદા કરતા. ગુરુજનોનો
ઉપરોક્ત સચિવા અને પાયા
સાસને વરેલા મુનિનું
૧oo Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only