________________
સાથે છે. અહંભાવને પ્રેમપૂર્વક વિદાય કરી દે, એક વાર એક પગલું ભર પછી બધુ સરળ છે.
મૈત્રીભાવનો પ્રયોગ, તું ગૃહસ્થ છું ને ઘરથી પ્રરંભ કર. દરેક સ્વજનોમાં અપેક્ષા અને આગ્રહ ત્યજી દે. સૌની સાથે મૈત્રીભાવની દષ્ટિ રાખ. બે-પાંચ મનુષ્ય સાથે આ પ્રયોગ કરવો સાવ સહેલો છે, પછી તને જ એમાં આનંદ આવશે. એક વાર જેમાં આનંદ આવે તે વસ્તુ બુદ્ધિમાન છોડતો નથી. કરુણાશીલ મહાપુરુષોએ મૈત્રીભાવનું ઝરણું વહાવીને મનુષ્યની પશુતાને હાંકી કાઢવાનો અમૂલ્ય અર્ક આપ્યો છે. અહો હો, જાણે મૈત્રીભાવથી ભાવિત થયેલું હૃદય અપમાન જનિત સંયોગોમાં પણ લલકારે છે કે આ પણ મૈત્રી જ છે, કોઈ મફતમાં અપમાન કરતું જ નથી. લેણું ચૂકવાઈ ગયું. આ મિત્રે મને કર્મથી હળવો કર્યો. આમ મૈત્રીભાવ હરેક પળે હરેક સ્થળે સુખદ છે.
संतुष्टं सरलं सोमं नम्रं तं कूरगड्डुकम् ।
ध्यायन् मुनि सदा चित्ते को न स्याचन्द्रनिर्मलः ॥ १७९ ॥ ભાવાર્થ : સંતોષી, સરળ, સૌમ્ય તથા નમ્ર તે દૂરગડુક મુનિનું સદા ચિત્તમાં ધ્યાન કરનારો કયો આત્મા ચંદ્ર સમાન નિર્મળ ન થાય ?
વિવેચન : કૂરગડુક મુનિને તપનો અંતરાય હતો, પૂર્વમાં કોઈ તપસ્વીના કે તપના અનાદરથી એવો અંતરાય લાવ્યા હતા કે તેઓ નાનું સરખું વ્રત કરી શકતા નહિ. પર્યુષણના દિવસો હતા. સાત દિવસ પૂર્ણ થયા હતા. આજે આખરી સંવત્સરીનું મહાન તપ-પર્વ હતું. બાળમુનિઓથી માંડીને સૌએ તપ કર્યું હતું. કેટલાક મુનિઓએ ઉત્કૃષ્ટ તપ આદર્યું હતું.
સંવત્સરીના દિવસે કૂરગડુક અત્યંત લાચારીથી ગુરુજી પાસે ગોચરીનો આદેશ લેવા ગયા એ દિવસે ગુરુજી નારાજ થયા કે આજે... આજે પણ શું ગોચરીએ જવાનું ? એક દિવસ તો તપ કરો. પણ કૂકગણુક લાચાર હતા. ગોચરીએ ગયા. ફક્ત લુખ્ખો ભાત
મંગલમય યોગ
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org