________________
નહિ રહે. કેવળ અંતરમાં મૈત્રી આદિ ભાવનાથી તારા મનને ભરી લે, તું ગમે તે સ્થળે હોઈશ સુખી જ રહીશ.
સર્વત્ર મૈત્રી ભાવના તે સુખ છે એક મૈત્રીભાવ જો આત્મપ્રદેશે સ્થાપિત થાય તો સમભાવ પ્રગટ થાય અને સમભાવ જ સર્વ સુખનું સાધન છે. મૈત્રીભાવના તને આ જગતના જંતુથી માંડીને સર્વ જીવો પ્રત્યે ઉદાત્તભાવના આપે છે. સર્વ જીવો સુખી થાઓની ભાવનામાં તારું સાચું સુખ પ્રગટ થાય છે. પરહિત ચિંતાની ભાવના તારા વેર અને દ્વેષ જેવા સંસ્કારનો દૂર કરશે. પછી તને આંતરિક કોઈ પીડા નહિ રહે, તું
જ્યાં જશે ત્યાં સર્વત્ર મૈત્રીભાવ તારી નજરમાં અમી પૂરશે. વિશ્વ તને ક્યાંય દુ:ખરૂપ નહિ લાગે કારણ કે મૈત્રીભાવનાથી તારો આત્મા નિરંતર સુખપ્રતિ પ્રયાણ કરે છે. તેને એમ થતું હશે કે મારે ઉત્તમ મિત્રો હોય તો સારું, તારામાં રહેલી મૈત્રીભાવના જ તારો ઉત્તમ મિત્ર બનશે. સમગ્ર વિશ્વ તારી મૈત્રીભાવનાને સ્વીકારશે તારા એક અણુમાં પણ વેર કે દ્વેષ નહિ રહે ત્યારે તારી એ પવિત્રતા તને નિર્વાણ સુધી લઈ જશે. વેર એ ઝેરનું જ એક પ્રતિક છે. મૈત્રીભાવના એ અમૃતનું પ્રતિક છે. ભાવરૂપી ઝેરથી ક્ષણે ક્ષણે આત્મગુણનો ઘાત થવામાં દુઃખ છે. મૈત્રીભાવ ક્ષણે ક્ષણે સુખ તરફ લઈ જનારો અમૃતકુંભ છે. મૈત્રીભાવનાથી વાસિત તારો આત્મા એકાંતમાં અને લોકમાં પ્રસન્નતાથી નાચી ઊઠશે. આવા પરમસુખને આપનાર મૈત્રીભાવનાને આવકાર આપ. તારી અંતરશક્તિનો સઉપયોગ કરી વેર કે દ્વેષ ભાવને ત્યજી દે.
મૈત્રીભાવનાને પ્રયોગમાં લેવા માટે સમતા જ સાધન છે. પ્રારંભમાં અહંભાવ વચ્ચે પથરો મૂકશે કે સંસારનો વ્યવહાર ચલાવવો છે. સઘળી જગાએ જતું કરીએ તો આપણો વ્યવહાર કેમ ચાલે ? લોકો આપણને ઠગી જશે. ભાઈ, પણ તું તો હવે પરમાર્થ માર્ગનો યાત્રી છું. તારે સંસાર કે વ્યવહાર દીર્ઘકાળ ચલાવવો નથી, માટે એવી વૃત્તિને ત્યજી દે. જાગ, ઊઠ. પરમાત્મા તારી ભાવનાની
૧૬૮ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only