________________
તેના ગુલામ બની જાય છે, એટલે ઇન્દ્રિયો થાકે, ઘસાય, વૃદ્ધત્વ આવે પણ મનજીભાઈ તો દરેક પળે યુવાન. વિષય બદલીને પણ મનજીભાઈ વિષયોને સેવતા જ રહે છે. પરંતુ જીવને ઇન્દ્રિય વિષયોની ક્ષણિકતાનો બોધ થાય છે. ગમે તેટલાં સુખ આપો તોપણ આ ખીણ પુરાય તેવી નથી.
ગરમીમાં શરીર ઠંડા ઉપચારથી જરાક સુખ પામ્યું ત્યાં તો જીભે હુકમ કર્યો કે કેરીના ઠંડા રસ, આઇસક્રીમ આપો, ફરસાણ મીઠાઈ આપો, ખાવામાં સુખ લાગ્યું, ત્યાં તો ઉદરે પૂર્તિ જાહેર કરી કે હવે બસ, ત્યાં તો નાકે માંગ કરી કે સુવાસિત પુષ્પો લાવો. તારી પાસે તેવી સામગ્રી છે. એ પણ મળ્યું. પણ ક્યાં સુધી નાકને તાણ્યા કરે, એ પણ થાક્યું. ત્યાં તો આંખે પોકાર કર્યો ટી. વી. સીનેમા કે વિવિધ દૃશ્યો જોઈએ, તે તે પણ કર્યું. પણ આ આંખ જેવી તણાવા કે બળવા લાગી ત્યાં કાને કહ્યું આંખ થાકી છે, વાંધો નહિ સુરીલા સંગીત છેડો, તું મજાની કેસેટ મૂકીને સૂતો, કાન થાક્યા, તને ઊંઘ ચડી, તું વિચાર કરજે કે જ્યારે તને ઊંઘ ચડે ત્યારે કંઈ ઇન્દ્રિયોને તું વિષયો આપે છે. જો મોં ખાધા કરે, કે આંખ જોયા કરે, અથવા કાન સાંભળ્યા જ કરે તો તને ઊંધ નહિ આવે. જ્યારે બધી જ ઇન્દ્રિયો શાંત થાય ત્યારે તને નિદ્રાનું સુખ મળે છે. માટે વિચાર કરજે કે ઇન્દ્રિયોને નિરંતર વિષયો આપવાથી તે થાકે છે, અને નવા વિષયો માંગે છે, તને વ્યાકુળ કરે છે. તો પછી એક પ્રયોગ કર કે તું સ્વયં સંતોષ કર. જરૂરી આહારાદિ આપી સંતુષ્ટ થઈ જા. તેમાં તારી આકુળતા શમી જશે. અને તું સુખ પામીશ. હે જીવ ! તારો ભ્રમ ત્યજી દે કે ઇન્દ્રિયવિષયોમાં સુખ છે, સુખ પછી સુખ જ રહે તેવું સુખ આત્મિક વિષયોમાં છે. તું બહારમાં ગમે તેટલો શ્રમ કરે પણ તને ત્યાંથી સુખ પ્રાપ્તિ થાય તેમ નથી.
ઇન્દ્રિયો તું નિર્વાણ પામે ત્યાં સુધી રહેવાની છે, પણ તું સંયમ અને સંતોષ વડે ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરતો રહીશ. તેમ તેમ તારું આત્મિક સુખ પ્રગટ થશે. જેમાં આહારાદિ કોઈ પદાર્થોની જરૂર
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૬૦ www.jainelibrary.org