________________
ઉત્પન્ન થયેલું માત્સર્ય અન્યોન્ય દોષો જોઈને, ઈર્ષાથી પ્રેરાઈને ચૈતન્યના ગુણોનો નાશ કરે છે.
અરે આ તારી કાયા વાસણની જેમ માટીની છે. તેમાં તું એક ચાવીવાળું રમકડું હોય તેમ ઈર્ષાનો ડોલાવ્યો ડોલે છે. અને આ મારા, આ પરાયા એમ કહીને મત્સર બુદ્ધિ વડે અન્યને હણે છે અને અન્યથી હણાય છે. કારણ કે અજ્ઞાનવશ મનુષ્યો અરસપરસ સહિષ્ણુ રહી શકતા નથી. જો મૈં કંઈક અણગમતું કહે તો વ કંઈ તેનાથી ઊતરે નહિ, તે વધુ જોર કરી સંઘર્ષના મેદનામાં ઊતરે છે, આમ શબ્દબાણ વડે અન્યોન્યને વીંધીને દુઃખ પામે છે.
જ્યાં ‘હું’ મૂકી દેવું જોઈએ ત્યાં અન્ન તેને વળગી પડે છે. ‘હું'ને મૂકતો નથી. તેમાંથી અશાંતિ પેદા થાય છે. ઘણીવાર આવા ‘હું' જીવને અન્યથી અપ્રિય બનાવે છે. તેની મિત્રતા કોઈ ઇચ્છતું નથી. તે કુટુંબમાં કે સમાજમાં અપ્રિય થઈ દુઃખી થાય છે તેનું માત્સર્ય તેને પ્રેમ કરવાની જગ્યાએ વેર કરાવે છે. છતાં પોતે તે દોષ ત્યજી શકતો નથી.
परं पतन्तं पश्यन्ति न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ॥ ५८ ॥
ભાવાર્થ : સંસારના કારણરૂપ બીજાના દોષોનું ગ્રહણ કરતા મોહથી ગ્રસિત થયેલા આત્માઓ, બીજાને દોષથી પડતો જુએ છે પરંતુ પોતાને પડતો જોતા નથી.
વિવેચન : અન્યના દોષને જોવા તે ઘણી ક્ષુદ્ર વૃત્તિ છે. તે જ ભવભ્રમણનું કારણ બને છે. પરના દોષ જોવામાં તત્ત્વતઃ આત્મ ધન લૂંટાઈ જવાનો દાવ છે. પરંતુ મોહિત જીવને કર્મની પ્રકૃતિનું પ્રાબલ્ય તેવું ભાન થવા દેતું નથી. અન્યના દોષ બતાવી જીવ તો એમ માને છે કે તે કેવો ચતુર છે ! કોઈની ગુપ્ત વાતને દોષજનક ઠરાવી તેમાં મરી મસાલા નાંખી રસપ્રદ બનાવી કહેવામાં કેમ જાણે તેને મીઠી દ્રાક્ષના રસનો સ્વાદ મળતો હોય ? પણ તે જાણતો નથી કે તે સમયે તેને ભવભ્રમણની વૃદ્ધિ થાય છે.
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org