________________
તેટલું કહ્યું, પરંતુ તેમની તે દૃષ્ટિને સ્થૂલ દૃષ્ટિવાળા અનુયાયી વગેરે જાણી ન શક્યા તેથી પોતાના મતને સાચો ઠરાવવા અન્યના મતનું ખંડન કરતા હોય છે.
મારો મત સાચો તેથી મારાં શાસ્ત્ર સાચાં. આમ માનીને શાસ્ત્રનો પ્રચાર કરે છે. અને તે વડે ભોળાજનોનો સાથ લઈ તે શાસ્ત્રને સાચાં ઠરાવી માને છે કે તેઓ ધર્મની સેવા કરી રહ્યા છે. તેમને ધર્મ સાથે કંઈ નાતો નથી, કોઈ ધર્મ પામો કે ન પામો મારાં શાસ્ત્રો પ્રચાર પામે, મારી પ્રસિદ્ધિ થાય તેવો મત્સરભાવ તેમને અધર્મમાં ડુબાડે છે. શાસ્ત્ર સાચાં ઠરાવવાને બદલે શાસ્ત્રમાંથી સાચું શોધે તો સાચો ધર્મ પામે.
એ પ્રમાણે તત્ત્વજ્ઞાનીઓની અવદશા છે. તત્ત્વનું જ્ઞાન અન્યમાં અજ્ઞાન જોવાનું નથી તે વાત તેઓ ભૂલી જાય છે. તેને બદલે અન્ય તત્ત્વથી અજ્ઞાન છે. તે જાણવામાં આયુષ્ય ગાળે છે. એમ પોતે જ ભ્રમમાં જીવે છે. તેઓ તત્ત્વજ્ઞાની કેમ હોઈ શકે ? તત્ત્વજ્ઞાની કસોટી કરે કે તત્ત્વજ્ઞાન દ્વારા પોતાની આંતરિક શુદ્ધિ થઈ છે ? અને વ્યવહારશુદ્ધિ ટકી છે ? જો તત્ત્વજ્ઞાન પછી તેની પરિણામ શુદ્ધિ નથી તો તે કહેવા માત્ર જ તત્ત્વજ્ઞાની છે. તત્ત્વજ્ઞાન જીવનના તમામ અંગોથી વિભૂષિત હોય નહિ, તો તેમ કહેવું તે કેવળ ભ્રમ છે. માત્સર્ય છે. જેનાથી જીવને કંઈ હિત નથી.
यथाऽऽहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् ।
तथा मत्सरिणोऽन्योन्यं ही दोषग्रहणाद् हताः ॥ ५७ ॥ ભાવાર્થ ? જેવી રીતે માટીના વાસણો પરસ્પર અથડાવાથી નાશ પામે છે તેવી રીતે મત્સરી (ઈર્ષાળ) આત્માઓ પણ એક બીજાના દોષો જોવામાં નાશ પામે છે..
વિવેચન : અરે ભાઈ ! વાસણ તો ચૈતન્યશૂન્ય છે તે અથડાય, ખખડે અને તૂટફૂટે તો પણ વાસણને કંઈ ગુમાવવાનું નથી. બે વાસણ ધાતુજન્ય છે તે અથડાય અને ખખડે. પરંતુ તું ચૈતન્ય છું. જગતમાં વિશિષ્ટ તત્ત્વ છે. પરંતુ તત્ત્વનું માહાભ્ય ન સમજવાથી
પ૬
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only