________________
જો જીવ પોતાના દોષ જુએ તો તે ટાળવા માટે કંઈ જાગૃત થાય. પોતાને આ દોષથી નુકસાન છે તેનું ભાન તેને સદા પીડા આપે છે. તેથી તે દોષ કાઢ્યા વગર જંપતો નથી. તેથી ક્રમે કરીને દોષમુક્ત થાય છે. સૃષ્ટિના સર્વ જીવો કરતાં તેને જે બુદ્ધિ મળી છે તેની બેઈમાની શા માટે કરવી ? તને સંસ્કારી માતા-પિતા મળ્યાં છે, કુળ ઉત્તમ મળ્યું છે, મિત્રો ગુણવાન મળ્યા છે, અને તારામાં જો પરદોષ દર્શનનું શલ્ય પેસી ગયું તો જાણજે કે તેમાંથી બહાર નીકળવું દુષ્કર છે. તે વ્યસન જેવું છે. પહેલાં તું તે ટેવ પાડે છે. પછી તું ટેવથી પડે છે. તેવું દોષોનું છે.
ભાઈ જગતમાં ભૌતિક દૃષ્ટિએ પણ ઘણું ઉત્તમ જોવા જેવું છે. તે ત્યજીને આ કનિષ્ઠ જોવાનું તને શું સૂછ્યું? પરમાર્થ દૃષ્ટિએ તું સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ તત્ત્વ છું તે ત્યજીને આ વિભાવજનતિ દોષરૂપી ક્ષુદ્રતા જોવામાં તને શું મળશે ? સમયની બરબાદી કરીને તું ભવભ્રમણ વધારતો જઈશ માટે મોહની પરવશતા ત્યજી પ્રથમ તું તારી અનંત ગુણોની શક્તિનો આદર કર. નિરંતર તેના તરફ દૃષ્ટિ કર. ત્યાં કેવળ શુદ્ધતા જ છે.
यथा परस्य पश्यन्ति दोषान् यद्यात्मनस्तथा ।
सैवाजरामत्वाय रससिद्धिस्तदा नृणाम् ॥ ५९ ॥ ભાવાર્થ ? જેવી રીતે બીજાના દોષોને જુએ છે. તેવી રીતે જો પોતાના દોષોને જુએ તો મનુષ્યોને તે દૃષ્ટિ અમરપદ માટેની રસસિદ્ધિ
છે.
વિવેચન : હે ચેતન ! તારે જાણવું છે તો બહારમાં જાણવાનું ત્યજી દે. તારી અંદરમાં જો. યદ્યપિ તારી કર્મ પ્રકૃતિજન્ય દશા હોવાથી તને તારા દોષોનું દર્શન થશે પણ મૂંઝાતો નહીં. પ્રથમ એ દોષદર્શન દૃષ્ટિમાં તારી પાસે જો પ્રભુવચનનું બળ હશે તો તે દોષો નાશ પામશે અને તને તારા ગુણોનું દર્શન થશે. જે ગુણો પ્રગટ થઈ તને અમરપદ સુધી લઈ જશે અર્થાત સ્વદોષદર્શન એ સમ્યમ્ દર્શનરૂપ રસસિદ્ધિ છે. એવું અમૃત મૂકીને વિષપાન કર મા.
૫૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org