________________
મળવાનું છે. પણ જો કોઈને રજમાત્ર દુઃખ પહોંચાડ્યું તો તે ઘણું મોટું થઈને તારી પાસેથી બદલો લેશે.
અરે ! એક ફળની સળંગ છાલ ઉતારીને ખુશી થયેલો એ જીવ અન્ય જન્મમાં મુનિપણે હતો, ત્યારે તેના શરીરની ચામડી ઉતારીને કર્મએ બદલો લીધો.
પોતાની જ પાસે રહે એવા આશયથી રાણીએ કોઈ પક્ષીની પાંખ પ્રેમના આવેગથી તોડી નાંખી, તે પછી બીજા જન્મે તેનાં કાંડા કપાઈ જવાનો બદલો મળ્યો.
કોઈનાં કરેલાં અપમાન, ઈર્ષ્યા, અદેખાઈ માયા કપટ તને અન્ય જન્મમાં પાછાં તે જ રૂપે પાછાં મળે છે ત્યારે તું કોઈનાં અપમાન, ઈર્ષા સહી શકતો નથી. આ જન્મમાં પણ તને અપમાન કે અપયશ દુઃખદ લાગે છે. તો અન્યના આત્માને તારા જેવો માનીને શા માટે તેવા દુ:ખદ સંયોગો ઉત્પન્ન કરે છે ? શું તું તારા સુખમાં રાજી નથી ? તું અન્યને સુખ ન આપી શકે તો કંઈ નહિ પણ કોઈના દુઃખમાં નિમિત્ત ન બનતો કારણ કે તેનો બદલો મળ્યા વગર તું છૂટીશ નહિ.
કોઈને ખાતર નહિ, ફક્ત તારા જ સુખને ખાતર તું અન્યના સુખમાં રાજી રહેજે. અન્યને સુખ આપવા પ્રયત્ન કરજે. તારા સ્વાર્થને ત્યજી અન્યને આનંદ ઊપજે તેમ જીવજે તો તને સુખ છે.
તને અન્યની મૈત્રી રુચે છે તો તું સૌની સાથે મૈત્રી કરજે. તને તારી ગુણ પ્રશંસા ગમે છે તો તું સૌના ગુણનો પ્રમોદ માણજે. તને દુઃખમાં સહાનુભૂતિ જરૂરી લાગે છે. તો તે અન્ય પ્રત્યે કરુણા રાખજે અને તારા અવિવેકને સહીને સૌ મધ્યસ્થ રહે તેવું તું ઇચ્છતો હોય તો તે પણ મધ્યસ્થી થજે. પણ જો તને દુઃખ જ પ્રિય હોય તો પછી કંઈ કહેવાનું નથી.
धर्म न कुरुषे मूर्ख ! प्रमादस्य चशंवदः।।
कल्ये हि त्रास्यते कस्त्वां नरके दुःखविह्वलम् ॥ १९८ ॥ ભાવાર્થ : હે મૂર્ખ ! પ્રમાદને વશ પડેલો તું અત્યારે ધર્મને
૨૦૨ Jain Education International
મંગલમય યોગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org