________________
કરતો નથી. તો પછી નરકમાં દુઃખથી વિહ્વલ બનેલા તને કાલે કોણ બચાવશે ?
વિવેચન : જે ધર્મ કરીને કરોડો તરી ગયા, તરે છે અને તરશે. અને તે માનવજન્મ પામીને પ્રમાદને વશ સમય ગુમાવે છે. પાંચ ઇન્દ્રિયના વિવિધ વિષયમાં તે પ્રવૃત્ત રહી આત્મના ગુણોને પ્રગટ કરતો નથી તે તારો પ્રમાદ છે. સમતાને બદલે ચારે કષાયો કે રાગદ્વેષની વિષમતા આત્મસ્વભાવનું વિસ્મરણ એ પ્રમાદ છે. ધર્મકથાને ત્યજીને તું કેવળ રાગાદિ ભાવને પોષે તેવી વિકથા કરે છે. તે તારો પ્રમાદ છે. નિદ્રા અને આળસ તારા દુર્મિત્રો છે જ. આમ કેવળ પ્રમાદથી ઘેરાયેલા છતાં તું તને પ્રવૃત્ત માને છે. બહારમાં કેટલાય કાર્યોની પળોજણમાં નિરંતર સક્રિય આત્મસ્મૃતિ રહિત તું પ્રમાદવશ ધર્માચરણ કરતો નથી.
સર્વદુઃખોથી બચાવનાર સાધન એક તારા શુભ અને શુદ્ધ ભાવરૂપ ધર્મનો અનુક્રમ છે. દુર્ભાવ, દુષ્કૃત્ય, દુર્ગાનને ત્યજી તું સંભાવ, સુકૃત્ય અને શુભધ્યાનમાં પ્રવૃત્ત થા, જેથી પ્રથમ તો તું નરક જેવા દુઃખદ સ્થાનોમાં ઉત્પન્ન ન થાય. તિર્યંચ જેવી પરાધીન દશામાં જીવને દુ:ખ ન પડે. કારણ કે દુષ્કૃત્યો વડે જો તું અધોગતિને પામ્યો તો ત્યાં તને કોઈ બચાવશે નહિ.
ત્યાર પછી તું આત્મસ્વરૂપ એવા શુદ્ધ ધર્મમાં પ્રવેશ કરવા સમ્યગદર્શનાદિની આરાધના કરીને ગુણોને ધારણ કર. તે સિવાય આ ચોરાશી લાખ યોનિમાં છૂટવાનો કોઈ આરો ઓવારો તને મળશે નહિ માટે મૂર્ખાઈનો ત્યાગ કરીને તું ધર્મનું શરણું સ્વીકારી લે, તેમાં સુખ જ સુખ છે.
હમણાં આ વિષયભોગો ભોગવી લઉં અને ધારીશ ત્યારે ત્યજી દઈશ, આવી ભ્રમણામાં તું રહેતો નથી. આ મોહરૂપી સુંવાળી જાળે કંઈક માંધાતાઓને ફસાવ્યા છે. ત્યાં તું કઈ મૂડી પર આવો નિર્ભય થઈને ફરે છે. આરંભ પરિગ્રહ જેવા આ લોભામણા નિમિત્તોમાં જો અજાગૃત રહ્યો તો પછી કદાચ તું કંઈક અનુષ્ઠાનો કરતો હોઈશ. તો તે પણ નિષ્ફળ જશે.
૨૦૩
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org