________________
પ્રાણીઓને શારીરિક ત્રાસ આપીને ઘણું કષ્ટ કરાવીને, કે ભોજનાદિથી વિમુખ રાખીને, છેદન, તાડન, પીડન કરીને ઘણું દુઃખ આપે છે, ત્યારે તને વિચાર આવે છે કે આનો બદલો મળ્યા વગર રહેવાનો નથી. તેના બદલામાં તારે પશુ થઈને ત્રાસ વેઠવો પડશે, કતલખાને જઈને કમોતે મરવું પડશે. અધોગતિમાં ભયંકર ત્રાસ ભોગવવો પડશે. શારીરિક મહાવેદના સહન કરવી પડશે, ત્યારે તને કોઈ બચાવી શકશે નહિ, તેં જે જે કર્યું છે તે અનેકગણું વધીને તને કષ્ટ આપશે.
વળી તેં કોઈને જો માનસિક ત્રાસ આપ્યો હશે. હાંસી મજાક કરી કોઈને દુઃખ પહોંચાડ્યું હશે, કોઈની વસ્તુ કે ધનનું હરણ કરી કોઈને ચિંતા ઊપજાવી હશે, કોઈની વસ્તુ છુપાવીને તેને માનસિક ત્રાસ આપ્યો હશે. તેનાં પરિણામ તારે ભોગવવા પડશે.
પૂર્વજન્મમાં અંજનાએ સપત્ની રાણીની પૂજા કરવાની પ્રતિમા ઉકરડે નંખાવી દીધી તેના પરિણામે તેને બાવીસ વર્ષ સુધી પતિવિયોગ રહ્યો.
પૂર્વજન્મમાં રુક્મણી રાણીએ ઢેલના ઈંડાને અલતો લગાડેલા હાથે ઉપાડ્યા, ઈડાને લાલ રંગ લાગ્યો, ઢેલે તે ઈડાં સોળ ઘડી સેવ્યાં નહિ, વરસાદથી ધોવાયા પછી સેવ્યાં તે સોળ ઘડીના બદલામાં તેને પુત્રવિયોગ સોળ વર્ષ રહ્યો.
કોઈએ અન્યનું ધન હરી લીધું, તે લેણદાર એને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. બરાબર એટલી રકમ જેવું ખર્ચ થતાં તે પુત્ર મરણ પામ્યો, આમ કર્મ વિપાકનું ગણિત ખૂબ વ્યવસ્થિત છે. એક તૃણનું ચઢેલું ઋણ બદલો લીધા વગર રહેતું નથી. માટે ખૂબ વિચાર કરી કોઈને પણ મનથી વચનથી કે કાયાથી દુઃખ ન પહોંચાડવું, એવી અજ્ઞાનદશામાં પણ ન જીવવું કે જેથી અજાણે પણ કોઈને દુઃખ પહોંચે.
તને મળેલું માનવજીવન એ શ્રેષ્ઠ સાધન છે. તેમાં રહેલાં મન-બુદ્ધિનો જો પરોપકારાર્થે ઉપયોગ થાય તો તને પણ સુખ જ
મંગલમય યોગા Vain Education International
૨૦૧ www.jainelibrary.org
For Private & Personal Use Only