________________
અત્તરનું પૂમડું મૂકે તો તે બીજે દિવસે મલિન થઈ જશે.
તું મુખમાં શ્રેષ્ઠ મિષ્ટાન્ન મૂકે, જીભને સ્પર્શે અને તરત જ બહાર નીકળે કે ઊલટી થાય તો તે પુનઃ તેના સામું જુએ નહિ કે પદાર્થને ગ્રહણ કરે નહિ, એવા વિકૃત થઈને એ તારી નજરે
પડે.
તું તારા નાકને પુષ્પો સુંઘાડ્યા કરે તો તારી હવાથી તે સુવાસિત અને સુંદર પુષ્પ કરમાઈ જશે. વળી આંખને ગમે તેટલી વાર સાફ કર કે દવાઓથી સાચવ પણ તેના ખૂણે પીયા જામશે, અને પાણી નીકળશે તો ખરું. વળી તારા કાનને ગમે તેવાં તેલ નાંખી સાફ કરતો રહે પણ તેમાં મેલ ઉત્પન્ન થવાનો. શબ્દાદિ વિષયોનાં સુખો પાપ વૃદ્ધિ કરનાર છે, તેથી ત્યાજ્ય છે.
આમ તારો પૂરો દેહ અશુચિનું પોટલું છે, તેને રોજ રોજ તું પવિત્ર કરવા મથ્યા કરે છે. પરંતુ તેના લક્ષણમાં પવિત્રતા જ નથી તો ક્યાંથી પ્રગટ થશે ? જે કેવળ મળ-મૂત્રાદિની ખાણ છે. ક્યારે તેમાં રોગ ઉત્પન્ન થાય તે કહેવાય નહિ, ગમે તે ઉપાય વડે તે પવિત્ર થાય તેમ નથી. તેના સર્વ ઉપાયો પાપમાં પરિણમે છે. વળી તારી દેહવાસના તને નિરંતર દાહ જ અપાવશે. માટે તેનું મમત્વ છોડીને આજ દેહ વડે ધર્મારાધના કરીને જન્મને સાર્થક કરી લે. કારણ કે જો તારે પવિત્ર થવું છે કે રહેવું છે તો તે તારા આત્મા વિષે બની શકે તેમ છે, કારણ કે આત્મામાં સપ્ત ધાતુ નથી તેથી મલિન થઈ શકે તેમ નથી તેની મલિનતા એ દેહનું મમત્વ અને રાગાદિભાવ છે તેને દૂર કરવાં એટલે તું પવિત્ર જ પવિત્ર.
शरीरमानसैर्दुःखैर्बहुधा बहुदेहिनः।
संयोज्य साम्प्रतं जीव ! भविष्यसि कथं स्वयम् ॥ १९७ ॥ ભાવાર્થ : હે આત્મન ! ઘણાં પ્રાણીઓને ઘણી ઘણી રીતે શારીરિક અને માનસિક દુઃખો સાથે હાલમાં તું સંયોગ કરાવે છે, તો તારું પોતાનું ભવિષ્યમાં શું થશે ?
વિવેચન : હે આત્મન ! તું તારા ધનના ગુમાનમાં અન્ય
200
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org