________________
છે. આ લોક કે પરલોકમાં લોભી ક્યાંય સુખશાંતિ પામતો નથી. તેના ચિત્તમાં નિરંતર મંથન ચાલ્યા જ કરે છે. હજી કંઈ મેળવું, ક્યાંથી મેળવું.
ગણતરીમાં એક કોડી ઓછી થઈ તે મેળવવા માટે રત્નો ગુમાવી દીધાં. એક મધુબિંદુના ટીપાના સ્વાદના લોભમાં તેણે કાળનો અને ચારે ગતિ ભ્રમણનો ભય ન લાગ્યો. મૃત્યુથી સદાયે ડરતો માનવ લોભવશ જાનને હોડમાં મૂકતાં રોકાતો નથી.
સત્તાનો લોભ, સ્ત્રીનો લોભ, ધનનો લોભ, કીર્તિનો લોભ, આમ ચારે બાજુ લોભથી ઘેરાયેલો માનવ માનવ મટી પશુ કરતાં પણ સત્યહીન જીવન જીવે છે. થોડું ધન કમાવા, કે બચાવવા તે લોકોની કેવી ખુશામત કરે છે ? પરિણામે દુઃખ જ પામે છે.
त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः ।
गुणास्तथैव ये केऽपि ते सर्वे लोभवर्जनात् ॥ १७५ ॥ ભાવાર્થ : ત્રણ લોકમાં જે કંઈ દોષ છે, તે બધા લોભથી પેદા થયેલા છે, તેવી રીતે જે કંઈ ગુણો છે તે બધા લોભના ત્યાગથી પેદા થયેલા છે.
અધોલોક, તિલોક, ઊર્ધ્વલોક-1 નરકભૂમિ, મનુષ્યાદિ, સ્વર્ગભૂમિ. ]
વિવેચન : આ ત્રણે લોકના જીવોમાં કર્મભૂમિમાં મુખ્યત્વે લોભના સંસ્કાર વિશેષ હોય છે. લોભ એટલે તૃષ્ણા, આસક્તિ અથવા મમત્વ. જીવ જ્યાં જે કુળમાં જન્મ્યો ત્યાં ત્યાં દેહવાસનાને કારણે લોભ જેવી પ્રકૃતિને વશ રહ્યો છે. નારકીમાં કોઈ માલ મિલકત છે નહિ, તેથી તેને વહેંચવાની નથી કે જેથી કોઈ સંઘર્ષનું કારણ થાય. પરંતુ એ ભૂમિનો પ્રભાવ અને ત્યાં જન્મ લેનારા જીવોના પરિણામમાં ખૂબ જ ક્રૂરતા હોય છે, આથી તેઓ અરસપરસ મારવા-કાપવાનું કાર્ય કરે છે. તેમાં તેમને કંઈ મેળવવાનું નથી છતાં ઘણા દોષોને કારણે તે તેવા જ પ્રકારે જીવન વ્યતીત કરે છે.
તિસ્કૃલોક – મધ્યલોક જેમાં તિર્યંચ અને મનુષ્યની મુખ્યતા છે,
મંગલમય યોગ
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org