________________
આ સર્વ પ્રાણીઓ દેહસુખની આકાંક્ષાવાળા છે, તેને કારણે પશુ, પક્ષી, જંતુ કે માનવ સર્વે રાત્રિદિવસ કંઈક મેળવવા મથ્યા કરે છે. કીડી કણ મેળવવા, હાથી મણ મેળવવા, મનુષ્ય ધન મેળવવા, નિરંતર પ્રયાસ કરે છે. તિર્યંચ તો પેટ પૂરતું મળી રહે પછી જ્યારે જરૂર પડે ત્યારે જ ઉદ્યમ કરે છે. પરંતુ મનુષ્યની તૃષ્ણાનો કોઈ પાર નથી. જિંદગી ટૂંકી પણ મેળવવાનું ઘણું હોય છે, તેનું કારણ લોભાદિ દોષો છે.
સ્વર્ગલોકમાં કશું કમાઈને મેળવવાનું નથી, કોઈ વારસદારને કશું આપવાનું નથી. જન્મની સાથે જે જે સ્થાને હોય તે તે સ્થાને પુણ્યના નિયમથી બધું મળે છે. અને જે સ્થાનેથી સ્વર્ગલોકમાં ગયો છે, તેનાથી તો તેને ઘણું વિશેષ મળે છે, પરંતુ ત્યાં પણ અન્ય કરતાં તેની પાસે ઓછું છે તેવી લોભની પીડા સ્વર્ગના દેવને મૂંઝવે છે. અર્થાત્ ત્રણે લોકમાં જીવને જો કંઈ પણ દુઃખનું કારણ હોય તો તેના મૂળમાં લોભ છે. ઘણા દોષો મળીને લોભ બને છે, અથવા લોભના કારણે અનેક દોષો પગપેસારો કરે છે. માટે સર્વ દોષોનું મૂળ લોભ મનાયો છે.
પડના પડ થઈ તેને ઢાંકી
હવે જો એક લોભનો ત્યાગ કરવામાં આવે તો તેના પાપે જે ગુણો ઢંકાઈ ગયા હતા તે લોભનું ઢાંકણું ઊઘડી જતાં પ્રગટ થઈ જાય છે. વાસ્તવમાં જીવ અનંત ગુણોનો ખજાનો છે. પરંતુ અજ્ઞાનવશ સેવેલી પ્રકૃતિઓ થરના થર દે છે, સ્વભાન ન હોવું તે અજ્ઞાન છે. જેમ માણસ પોતાના માલિમલકતનું ભાન ન રાખે તો તે લૂંટાઈ જાય તેમ સ્વભાવ રહિત આત્માના ગુણો લૂંટાઈ જાય છે. લોભ-તૃષ્ણા જંતુથી માંડીને સર્વ પ્રાણીને ભ્રમિત કરે છે. ધન ન હોય તો ધનની વૃત્તિ, ધન મળ્યા પછી પદની ઇચ્છા, પદ મળ્યા પછી માનના તરંગ, માન મળ્યા પછી હજુ પણ કંઈ મેળવ્યા જ કરું એમ લોભ માનવને ભ્રમિત કરે છે.
જેને આ જગતના કોઈ પદાર્થની સ્પૃહા નથી રહી. સોનું અને માટી બંનેમાં સમાન વૃત્તિ છે, પ્રારબ્ધયોગે જે મળ્યું છે તેનાથી
૧૬૨
—
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org