________________
સંતોષ છે, વધુ મળેલું લાગે તો તેનો સદ્ઉપયોગ કરે છે. લોભ જતાં તેના આમ અનેક ગુણો વિકાસ પામે છે, સૌને વહેંચીને ભોગવે છે, કોઈ પદાર્થના સ્વામિત્વનું અહં નથી. સદાચાર, ઉદારતા, ઔચિત્ય, સંતોષ, જેવા ગુણો એ જ એનો વૈભવ બને છે. એ વૈભવનું સુખ અલૌકિક છે. લોભથી મળેલા ધનાદિ અજંપાને કારણે દુઃખરૂપ છે. પરંતુ લોભવશ જીવ એવાં દુઃખો સહન કરે છે, પરંતુ લોભનો ત્યાગ કરીને એક ડગલું જો તે આગળ ભરે તો તેના સર્વ ગુણો પ્રગટ થાય. એ ગુણોનો સમૂહ તેના ચિત્તની કલુષિતતા અને કૂટિલતાને દૂર કરીને તેને મુક્તિ સુધી પહોંચાડે છે.
नैरपेक्ष्यादनौत्सुक्यमनोत्सुक्याच सुस्थता ।
सुस्थता च परमानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ॥ १७६ ॥ ભાવાર્થ : કોઈ પણ વસ્તુની અપેક્ષા છોડી દેવાથી ઉત્સુકતાનો નાશ થાય છે, ઉત્સુકતાના નાશથી સુસ્થતા પ્રગટે છે, અને સુસ્થતા એ જ શ્રેષ્ઠ આનંદ છે. તેથી મુનિએ અપેક્ષાનો નાશ કરવો જોઈએ.
વિવેચન : મુનિ મુક્તિ માટે સંસારનો ત્યાગ કરીને નીકળ્યા છે, સંસારમાં હતા ત્યારે સ્વજન આદિના સંપર્કમાં ઉત્સાહિત હતા, કોઈ ઘર સજાઉં, વરઘોડા કાઢે, લોકને ભેગા કરું, જમાડું અને વાહ વાહ કરાવું. સંસારનો ક્રમ જ અન્યોન્ય અપેક્ષાવાળો છે. સંસારના આવા પ્રવાહો પણ ખરેખર તો સંસારબંધનું કારણ બને છે. હવે મુનિ તો બંધનને નાશ કરવા નીકળ્યા છે, તેમાં જો તે કેવળ સ્થળાંતર કરે તો મોક્ષ મળવો અસંભવ છે, પહેલા સ્વજનને નામે સર્વ કાર્યો ઉત્સાહપૂર્વક કરતા હતા, હવે જનઉત્કર્ષને નામે વધુ ઉત્સાહથી તે સજાવટો કરાવવા લાગ્યો. વરઘોડા કઢાવવા લાગ્યો, વિવિધ બેન્ડવાજાંથી તે ધર્મની વધુ પ્રભાવના સમજ્યા, જેટલો ધનનો વધુ વ્યય તેટલો ધર્મનો ઉત્કર્ષ માની ઉત્સુકતાથી શ્રાવકનાં કામ પોતે જ કરવા લાગ્યા, જનઉત્કર્ષની આવી અપેક્ષાનો ઉત્સાહ પણ, મુનિધર્મમાં બાધક છે, ચપળતાનું કારણ છે, જો મુનિ ઉપદેશનું કાર્ય કરે અને સર્વ અન્ય અપેક્ષાઓ ત્યજી દે તો ઉત્સુક્તાનો નાશ થતાં ઉપયોગની સ્થિરતા કરી શકે.
મંગલમય યોગ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org