________________
મુનિજીવન ઉપયોગની શુદ્ધિ અને સ્થિરતા માટે છે. લોકમેળાનાં કાર્યોથી ઘણા પ્રકારનો જનઉત્સાહ જોઈને મુનિ માને કે મારા વડે ધર્મની પ્રભાવના થઈ, અને પોતે પણ તેવા ઉત્સાહમાં તણાઈ જાય તો સ્થિરતા ટકે નહિ. મુનિની ચર્યા માત્ર સ્થિરતા અને શુદ્ધિ માટે છે તેમની એ શુદ્ધિમાંથી પ્રગટ થતો ઉપદેશ ધર્મની મહાન પ્રભાવના બને છે. શ્રાવકના ગુણસ્થાને કરવા યોગ્ય કાર્યો શ્રાવક કરે, તે સિવાય મુનિ તો નિર્દેશ કરે પણ તેવા કાર્યોમાં સામેલ ન થાય. કારણકે સામેલ થવાથી કોઈ વાર અપેક્ષા ઊભી થાય છે. અપેક્ષા બાવાની લંગોટી જેવી છે. અપેક્ષા બીજા ઘણા વિકલ્પો ઊભા કરે છે. માટે મુનિએ અપેક્ષાનો નાશ કરી સ્થિર ચિત્તે સ્વ-આનંદ પ્રાપ્ત કરવો.
अधर्मो जिह्मता यावद् धर्मः स्याद् यावदार्जवम् ।
अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ॥ १७७ ॥ ભાવાર્થ : જ્યાં વક્રતા છે ત્યાં અધર્મ છે, અને જ્યાં સુધી સરલતા છે ત્યાં સુધી ધર્મ છે. અધર્મ અને ધર્મનાં આ બે કારણો
વિવેચન : જ્યાં વક્રતા એટલે જેને દરેક સંયોગો, પદાર્થો કે વ્યક્તિમાં કંઈ દૂષણ દેખાય છે. તેના વચનમાં તેના મનની વક્રતા, અવળાપણું છતું થાય છે. તેને આંખ વગેરેની ચેષ્ટાઓ પણ સદોષ હોય છે. ટૂંકમાં તેની સર્વ વર્તણૂકમાં માયા, કપટ જેવા ભાવો કે દોષ જોવાની વૃત્તિ, કે આગ્રહપણું હોય છે. જ્યાં જેનું ચિત્ત વક્ર છે ત્યાં શુદ્ધધર્મ પ્રગટ થતો નથી. ધર્મ એ એવું શુદ્ધ તત્ત્વ છે તેમાં કોઈ પણ દોષ આંખના કણાની જેમ ખૂંચે છે.
અજ્ઞાનવશ જીવ જાણતો નથી કે મારી આ વક્રતાને કારણે હું ધર્મ પામતો નથી. જે ધર્મથી માર્ગ તરી જવાય તે માર્ગમાં મારા ચિત્તનો આ દોષ મને માર્ગથી હજારો માઈલ દૂર ફેંકી દે છે. વક્રતાના દોષને કારણે વ્યક્તિ વડીલોની શીખનું માહાભ્ય સમજતી નથી. વક્રતાને કારણે શિષ્ય ગુરુના વચનને અવળા કરી જાણે છે. ગુરુજનો યોગ્યતા જોઈને માર્ગ બતાવતા હોય છે. જેમ કે એક
૧૬૪ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only