________________
ધ ન કરે એમાંથી સારામાં સ્વયં 4
શિષ્યને કહેવામાં આવે કે તું મંત્રજપ કરજે અને બીજા સ્વાધ્યાય કરતા હોય તો, શિષ્યને ગુરુવચનમાં શ્રદ્ધા ન આવે મંત્ર-જા કરે નહિ અને સ્વાધ્યાય કરે, સ્વાધ્યાયની તેની યોગ્યતા ન હોવાથી સ્વાધ્યાય પણ વ્યર્થ જાય અને મંત્ર-જપ તો કરે નહિ, આવી છે વક્રતા. હિતકારી વાત પણ તેને રુચે નહિ.
સરળતા અને તે પણ જો સમ્યગ પ્રકારની હોય તો તે ધર્મનું બીજ છે. સરલ ચિત્ત એટલે દરેક પરિસ્થિતિમાં સ્વયં ગૂંચવાય નહિ, અન્યને ગૂંચવે નહિ, દરેક સંયોગોમાંથી સારતત્ત્વ ખેંચી લે, ગુરુજનોના વચનમાં આશંકા પેદા ન કરે, પોતાના વિચારોનો આગ્રહ ન રાખે, કષાયના પરિણામનું સેવન ન કરે એવો સરળતાયુક્ત જીવ ધર્મ પામવાનો અધિકારી છે.
सुखमार्जवशीलत्वं सुखं नीचैश्च वर्तनम् ।
सुखमिन्द्रियसंतोषः सुखं सर्वत्र मैत्र्यकम् ॥ १७८ ॥ ભાવાર્થ : સરળ સ્વભાવી સુખી છે. નમ્ર વર્તનમાં સુખ છે. ઈન્દ્રિયોના વિષયોમાં સંતોષ રાખવો તે સુખ છે, અને સર્વત્ર મૈત્રીભાવના તે સુખ છે. - વિવેચન : હે બુદ્ધિમાન માનવ ! જ્ઞાનીઓ તને સરળતાથી સુખ મળે તેવા સુલભ ઉપાયો દર્શાવે છે. તેમાં નથી કષ્ટ કે નથી કોઈ તપ, કેવળ તારી પ્રકૃતિની શુદ્ધિ એ ધર્મનો માર્ગ છે. ખૂનીઓ પણ સમવસરણમાં પહોંચતા અને મુનિ થઈને ઊભા રહેતા, તેમની પાસે ક્રૂરતા છૂટી જવાનું, ઘોર કૃત્યનાં પાપો છૂટી જવાનું સાધન શું હતું ? તેઓ જ્યારે પાપથી પાછા વળતા ત્યારે દોષોને વસ્ત્રની જેમ ઉતારીને નગ્ન થઈ જતા, સરળતા ગ્રહણ કરતા એથી તેમને પ્રભુના વચન શીઘ્રતાથી બોધરૂપે પરિણમતા. સરળતાને કારણે તેમની ચિત્તભૂમિ વચનને ધારણ કરવા જેવી કોમળ થઈ જતી, માટે સરળપણું એ સુખ છે, તેમ સમજી સર્વ પ્રકારનો દંભ ત્યજી ચિત્તને સરળ રાખવું. ચિત્તની સરળતા એ તત્ત્વબોધની ભૂમિકા છે. માયા મિથ્યાત્વની સહચારિણી છે. માટે માયાનો ત્યાગ કરવાથી મિથ્યાત્વનો દોષ હાનિ પામે છે. ત્યારે જીવ પણ ધર્મ પામે છે.
મંગલમય યોગ. Jain Education International
૧૬૫ www.jainelibrary.org
For Private & Personal Use Only