________________
જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પણ પાપને આચરતો નથી. તેને વર્તમાનમાં દુ:ખ નથી. ભવિષ્યમાં દુઃખ નથી કે દુર્ગતિ નથી. કારણ કે તે અન્યાયી નથી. ભોગોમાં આસક્ત નથી. સુખ સામગ્રીના રક્ષણમાં ક્લેશ નથી. ધર્મની વૃદ્ધિમાં શુદ્ધભાવમાં તેનો ઉપયોગ છે. આમ શુભગતિના નિમિત્તને સેવતો શુદ્ધ ધર્મ પામીને મુક્ત થાય
દુઃખનું મૂળ ઇચ્છાઓ છે. ઇચ્છઓ મનુષ્યને દરિદ્ર બનાવે છે. ઇચ્છાઓથી જેને અભાવ થયો છે તે અમીર છે. મનુષ્યના જીવનમાં અર્થ અને કામમાં એક ક્ષણ ગુમાવવી તે અમૃતને ઢોળી દેવા જેવું
છે.
सुखमग्नो यथा कोऽपि लीनः प्रेक्षणाकदिषु ।
गतं कालं न जानाति तथा योगी परेऽक्षरे ॥ १८९ ॥ ભાવાર્થ : જેમ સુખમાં મગ્ન એવો કોઈ માણસ નાટક આદિ જોવામાં લીન થાય છે ત્યારે કેટલો કાળ પસાર થયો તે જાણતો નથી, તેમ શ્રેષ્ઠ અક્ષરમાં લીન થયેલો યોગી પણ વીતેલા કાળને જાણતો નથી.
વિવેચન : કોઈ મનુષ્યને કોઈ માનસિક ચિંતા છે કે શરીરમાં કંઈ વ્યાધિ છે, અથવા બહારમાં કંઈ ઉપાધિ છે, છતાં જો તે કોઈ મનગમતા નાટક, ખેલ, સંગીત જલસા જોવા-સાંભળવામાં મગ્ન થાય છે તો તેટલા સમય માટે તે પોતાનાં આધિ, વ્યાધિ, કે ઉપાધિને ભૂલી જાય છે. જોકે તેને કંઈ સમાધિ પ્રાપ્ત થઈ છે તેવું નથી, પણ તેનું મન વિષયાંતર થવાથી જે મન દુઃખ અનુભવતું હતું તે હવે ઈષ્ટ પદાર્થ મળતા સુખ અનુભવે છે. તેમાં કેટલો સમય પસાર થયો તે પણ તેને ખબર નથી.
કોઈ વ્યસનીને માટે લાખોનું દેવું છે. પણ એ વ્યસનમાં ચકચૂર બનેલો ભૂલી જાય છે કે મારે માથે દેવું છે. ભજિયાં ખાવાથી પેટમાં દુખશે તે વાત ભજિયાં ખાતી વખતે માણસ ભૂલી જાય છે. પરંતુ આ સર્વે કારણો ક્ષણિક છે. તેથી તે ઉપાયો દૂર થતાં માણસ
મંગલમય યોગા Jain Education International
૧૮e www.jainelibrary.org
For Private & Personal Use Only