________________
વિવેચન : વાસ્તવમાં સ્ત્રી પુત્ર દેહાદિક જેવા બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન છે. પરંતુ જીવની મિથ્યા-વિપરીત બુદ્ધિએ જીવને પોતાના પરમાત્મસ્વરૂપથી ભિન્નતા મનાવી છે. અન્ન જીવે જ્યાં પોતાના આત્મપ્રદેશે રહેલા પરમાત્મ સ્વરૂપને ઓળખું નથી ત્યાં સુધી તે જાણે નિજ ઘરને પરાયું જ જાણે છે. અજ્ઞાનવશ તે સ્વયં પરમાત્મસ્વરૂપ છે તેમ જાણતો નથી, તેથી તેને તે તત્ત્વ પોતાથી ભિન્ન જણાય છે.
પરમાત્મસ્વરૂપનો પરિચય પામનાર આત્માના જ્ઞાનદર્શનાદિ ઉપયોગ છે. પરંતુ તે ઉપયોગમાં રાગાદિના મળ ભળી જવાથી તે મલિન થયો છે. તેથી તેને પરમાત્મસ્વરૂપનું ભાન થતું નથી. પરંતુ જ્યારે તેના પરિણામ રાગાદિથી મુક્ત થાય છે ત્યારે તે ઉપયોગનું પરમાત્મા સાથે ઐક્ય થાય છે, તે જ સમયે તે સ્વયં પરમાત્મસ્વરૂપને અનુભવે છે.
દીવાની વાટ બત્તીનો સ્પર્શ પામીને બત્તીરૂપે પ્રકાશે છે. તેમ આત્મા શુદ્ધ પરમાત્મસ્વરૂપને ભજીને પરમાત્મસ્વરૂપ થાય છે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. તે ઉપયોગ રાગાદિ ભાવ વગરનો શુદ્ધ હોય તો તેમાં આત્મા સ્વયં પરમાત્માને જાણે છે, પરિચય પામે છે.
બહિર્મુખ માનવને બહારમાં જાણવા જોવાની વૃત્તિ ઘણી દેઢ થયેલી છે, તેથી તે પોતાના અંતરાત્માનો પરિચય પામતો નથી. પરંતુ સ્વને જાણવામાં વિઘ્ન એવા રાગાદિભાવો દૂર થતાં તે સ્વભાવને જાણે છે, ત્યારે પરમાત્મા સાથે તેનું ઐક્ય થાય છે.
याद्दशोऽनन्तवीर्यादिगुणोऽतिविमलः प्रभुः।
ताद्दशास्तेऽपि जायन्ते कर्ममालिन्यशोधनात् ॥ १५॥ ભાવાર્થ : પરમાત્મા જેવા અનંતવીર્યાદિ ગુણોવાળા છે, તથા અત્યંત નિર્મલ છે, પ્રાણીઓ પણ કર્મમળનાશ થવાથી તેવા થાય
વિવેચન : જૈન દર્શનમાં પ્રભુ-પરમાત્માનું સ્વરૂપ અનોખું છે.
મંગલમય યોગ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org