________________
જૈનદર્શનમાં જીવ માત્ર કોઈ ઈશ્વરીય તત્ત્વનો અંશ નથી. પરંતુ જેવા પરમાત્મા છે. તેવો જ દરેકમાં રહેલો શુદ્ધાત્મા છે. પરમાત્મા પ્રગટ છે, સંસારીનો આત્મા અપ્રગટ છે.
એ પરમાત્માનું સ્વરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યવાળું છે. અનંત ચતુષ્ટયુક્ત પરમાત્મા રાગાદિ તેમજ દૂષણરહિત અત્યંત નિર્મળ છે. આ જગતમાં તેની તુલના કરી શકાય તેવો કોઈ પદાર્થ નથી.
જે યોગીઓ પરમાત્માનું ધ્યાન કરે છે, તેમાં જ લીન રહે છે તે સ્વયં પરમપદને પામે છે. જીવમાત્ર ઉપયોગ લક્ષણયુક્ત છે. તે લક્ષણો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય છે. જ્યારે આત્મા પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે આ લક્ષણો સંપૂર્ણપણે પ્રસિદ્ધિ પામે છે.
જ્ઞાનાવરણ કર્મના ખપી જવાથી અનંતજ્ઞાનગુણ પ્રગટે છે. દર્શનાવરણકર્મના ખપી જવાથી અનંતદર્શગુણ પ્રગટે છે.
મોહનીય કર્મનો સંપૂર્ણપણે નાશ થવાથી અનંત ચારિત્ર ગુણ પ્રગટે છે.
અંતરાયકર્મના ખપી જવાથી અનંત લબ્ધિ પ્રગટે છે. કર્મમળનાશ થવાથી આત્માનો અક્ષય ખજાનો ખૂલી જાય છે. પ્રગટ થયેલા શુદ્ધ પરમાત્મા અનંત લબ્ધિવાળા છે, તેવી રીતે જેના કર્મમળના મૂળ નાશ થાય છે તે તે જીવો સ્વયં પરમાત્મા થાય છે.
आत्मानो देहिनो भिन्नाः कर्मपंककलंकिताः।
अदेहः कर्मनिर्मुक्तः परमात्मा न भिद्यते ॥ १६ ॥ ભાવાર્થ : કર્મમળથી કલંક્તિ એવા દેહધારી આત્માઓ જ પરસ્પર કર્મકૃતભેદથી ભિન્ન છે. કિન્તુ દેહરહિત અને કર્મનિર્મુક્ત એવા પરમાત્મામાં કોઈ ભેદ નથી.
વિવેચન : નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો સર્વ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સમાન છે. ભેદરહિત છે. અર્થાત આત્મા અને પરમાત્મામાં ભેદ નથી. જગતસ્થિતિનું સ્વરૂપ નિશ્ચય અને વ્યવહારનય ઉભયનયવાળું છે. આથી જે કંઈ ભેદ જણાય છે તે સર્વ વ્યવહારનયની
સ્વાભાવિક સ્વરૂ
જગતસ્થિતિનું સ્વરૂપ સિગવડ
૧૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org