________________
અપેક્ષાએ છે. એટલે જ્યાં જે નયથી જાણવું ઘટે તે નયની અપેક્ષાએ જાણવું.
આત્માની સ્વભાવે ગુણસમાનતા હોવા છતાં આપણે જગતમાં પ્રાણી માત્રના જીવનમાં અને આત્મપરિણતિમાં ઘણી વિચિત્રતા જોઈએ છીએ, એ વિચિત્રતા કર્મપ્રકૃતિના સંયોગથી છે. સંસારનો દેહધારી આત્મા માત્ર કર્મમળયુક્ત જીવે છે, જન્મે છે, મરે છે. જે મહાત્મા નિર્વાણ પામે છે તેમના કર્મમળનો નાશ થયેલો હોવાથી તેઓને પુનઃ જન્મ મરણ નથી.
દરેક દેહધારી કર્મપ્રકૃતિને આધીન વિવિધ પ્રકારના દેહને ધારણ કરી, સુખદુઃખાદિ પામે છે. રાજા-રંક, રોગી-નિરોગી, ધની-નિર્ધન, બુદ્ધિમાન-મૂર્ખ, સશક્ત-અપંગ, સુખી-દુઃખી આવા સર્વ ભેદ પૂર્વે કરેલા કર્મના ઉદયથી છે સત્તાઅપેક્ષાએ શુદ્ધાત્મા ઉપર તેવા વિચિત્ર પ્રકારની ભિન્નતાનો આરોપ આવે છે.
પરંતુ જે દેહરહિત-અશરીરી શુદ્ધાત્મા છે. તેમાં કોઈ ભિન્નતા કે વિચિત્રતા નથી. દરેક સિદ્ધ પરમાત્મા અશરીરી છે. અનંતજ્ઞાનાદિ ગુણયુક્ત છે, અષ્ટકર્મનો આત્યંતિક ક્ષય કરી અવિનાશીપદ પામ્યા છે. કર્મકલંકથી રહિત હોવાથી અનંત સિદ્ધપરમાત્મા અભેદપણે છે.
નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કેવળ શુદ્ધ છે. તેને બાહ્ય કોઈ અસર નથી તેમ માનવા છતાં સંસારી કર્મના ફળનો અનુભવ કરે છે. વિવશ બને છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં મંદબુદ્ધિ વ્યક્તિ જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરી શકતો નથી. ભલે ત્યારે આત્માજ્ઞાન સત્તામાં હોય, છતાં એ ક્ષતિ જ્ઞાનગુણને આવરણ કરે છે. નિશ્ચયથી ભલે તે ક્ષતિ સાથે કંઈ નિસ્બત ન હોય પરંતુ વ્યવહારદષ્ટિએ તો નિમિત્તોને સ્વીકારવા જ પડે છે. અને નિશ્ચયનયવાળો પણ ક્ષતિને નિવારવા ઉપાય કરે છે.
નિશ્ચયદષ્ટિથી માનીએ કે પરદ્રવ્યથી આત્માને કોઈ લાભ હાનિ થતી નથી. પરંતુ તેમના જીવનવ્યવહારમાં હર્ષશોક કે સુખદુઃખની અસર થાય છે, અને જો તેનું ચિત્ત એ સંયોગોમાં વિરક્ત રહેતું
મંગલમય યોગ
૧છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org