________________
હોય તો જરૂર તેનો આત્મવિકાસ થઈ શકે. પરંતુ જ્યાં સુધી મનમાં હર્ષ-શોકના, ગમવા-નગમવાના ભાવો ઊઠતા હોય અને જીવનના પ્રસંગોમાં તેને યોગ્યાયોગ્યનો વિચાર કરવો પડતો હોય, ભોજન જેવા પ્રકારોની પસંદગી કરવી પડતી હોય તો તે કહી ન શકે કે મને નિમિત્તોની કંઈ અસર નથી. માટે આત્મ સાધના કરનારે એ ભૂમિકાએ બાહ્ય નિમિત્તો અને સાધનોની પસંદગી કરવી જોઈએ કે મને કયા નિમિત્તો બાધક છે કે સાધક છે. જે નિમિત્તોથી આત્મહિત ન થાય તેનો ત્યાગ કરી પ્રાપ્ત પરિસ્થિતિમાં જાગૃતિપૂર્વક જીવવું જોઈએ. આમ નિશ્ચય અને વ્યવહાર બંનેની સમતુલા જાળવવી જોઈએ.
संख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः ।
अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः ॥ १७ ॥ ભાવાર્થ : તે પરમાત્મા સંખ્યાથી અનંત છે. છતાંય બધા અનંતદર્શન, જ્ઞાન, વીર્ય, આનંદ ગુણસ્વરૂપ હોવાથી ગુણથી એક છે.
વિવેચન : સમસ્ત સંસારમાં જીવો અનંતાનંત છે. સિદ્ધો તેમના અમુક ભાગે છતાં અનંત છે. તે સર્વ સિદ્ધ પરમાત્માના ગુણોનું અત્યંત સામ્ય હોવાથી ગુણે ભેદરહિત છે. અમુક યુગ-કાળ પહેલા થયેલા સિદ્ધ પરમાત્મા અને આ અવસર્પિણી કાળના અંતિમ સિદ્ધ થયેલા પરમાત્માના કે ભવિષ્યમાં થનારા પરમાત્માના સ્વરૂપમાં અંશમાત્ર ભેદ નથી. આદિ કહો, મધ્ય કહો કે અંત કહો સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ અભેદ છે.
જે કંઈ ભિન્નતાની કે ભેદની વિચિત્રતા છે તે તો કર્મસહિત આત્માઓની છે. જેમ જીવની સત્તામાં રહેલા સ્વરૂપમાં ભેદ નથી તેમ પૂર્ણપણે પ્રગટ થયેલા પરમાત્માના સ્વરૂપમાં ભેદ નથી.
जातरुपं यथा जात्यं बहुरुपमपि स्थितम् ।
सर्वत्रापि तदेवैकं परमात्मा तथा प्रभुः ॥ १८ ॥ ભાવાર્થ : જેમ ઉત્તમ સુવર્ણ જુદા જુદા સ્થાનોમાં અનેકરૂપે રહેલું છે. છતાં પણ સર્વત્ર એક જ છે. તેમ પરમાત્માના વિષયમાં સમજવું.
૧૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org