________________
હોય છે. તેથી મનુષ્ય તત્ત્વદષ્ટિના અભાવે સન્માર્ગને પામતો નથી.
તત્ત્વદૃષ્ટિ એટલે દુષ્કતમાં, પરપદાર્થના અહંત્વમાં હેય બુદ્ધિ, સુકૃતમાં, સ્વરૂપમાં ઉપાદેય બુદ્ધિ છે. રાગાદિ ભાવ રહિત સ્વરૂપ પ્રત્યેનું લક્ષ્ય તે તત્ત્વદૃષ્ટિ છે.
दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः ।
दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥ ४८॥ ભાવાર્થ : દષ્ટિરાગ એ મહાન મોહ છે. દૃષ્ટિરાગ એ સંસારનું મુખ્ય કારણ છે. દેષ્ટિરાગ એ વિનાશકારી છે, દૃષ્ટિરાગ એ વિષજ્વર
વિવેચન : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એવા ત્રણ પ્રકાર છે. કામનો અભાવ થાય તો કામરાગ છૂટી જાય છે. દગો કે કપટ થતા સ્નેહરાગ છૂટી જાય છે. પરંતુ ગુરુ આદિમાં થયેલા દૃષ્ટિરાગમાં એકતરફી વલણ હોય છે. પછી તેમાં અસત્ય હોય તો પણ તેને સત્ય મનાવવાનો આગ્રહ દૃષ્ટિરાગમાંથી ઉત્પન્ન થાય છે. દૃષ્ટિરાગવાળો પોતાના ગુર્નાદિકને સાચા માની રાગ કરે છે. અને અન્ય ગુરુજનો પ્રત્યે અનાદર કરે છે. વળી શિષ્યો પ્રત્યેનો દષ્ટિરાગ ગુરુને હોય તો તે શિષ્યોના દોષો અને દુઃશીલતા નભાવી લે છે. આમ દષ્ટિરાગ બંનેના જીવનને વ્યર્થ બનાવે છે.
પ્રારંભમાં દૃષ્ટિરાગ-સ્નેહ હોય પરંતુ તે ક્રમે ક્રમે વૈરાગમાં પરિણમે તો લાભદાયી છે. ગૌતમસ્વામીને ભગવાન પ્રત્યે રાગ હતો પરંતુ નિસ્પૃહતા હતી. અને ભગવાનને ગૌતમ પ્રત્યે રાગ ન હતો પરંતુ નિર્દોષ વાત્સલ્ય હતું તેથી ગૌતમસ્વામીના દોષને ભગવાન નિભાવતા નહિ. પરંતુ વારંવાર કહેતા હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહિ. કદાચ શિષ્યને રાગ થાય પણ ગુરુ જો વૈરાગી હોય તો શિષ્યનો રાગ વૈરાગમાં પરિણમે. અગર જો ગુરુમાં દૃષ્ટિરાગ હોય તો કાગળની નાવની જેમ બંને ડૂબે, માર્ગ ભૂલે. - શિષ્યનો દૃષ્ટિરાગ પોતામાં ઈર્ષા પેદા કરે છે. ગુરુ પાસે અન્ય શિષ્યોની પ્રધાનતા તે સહી શક્તો નથી. અને ગુરુની દૃષ્ટિરાગ
૪૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org