________________
બીજો પ્રસ્તાવ તત્ત્વસારધર્મનો ઉપદેશ सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः।
क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः ॥ ४७॥ ભાવાર્થ : વર્તમાનકાળમાં જીવો પ્રાયઃ તત્ત્વથી વિમુખ છે. પોતાના આગ્રહથી બંધાયેલા દૃષ્ટિરાગથી મોહિત થયેલા દુઃખ પામે
વિવેચનઃ વર્તમાનકાળ એટલે પંચમકાળ, વિજ્ઞાનની વણથંભી ફાળની જાળમાં ફસાયેલો માનવ જીવનમાં હિતરૂપ કોઈ પાળ બાંધી શક્તો નથી. પંચમકાળમાં વિકસતા વૈજ્ઞાનિકયુગે વિવિધ સાધનો આપીને મનુષ્યને પોતાની જ દૂર મૂકી દીધો છે. કારણ કે વૈજ્ઞાનિક દષ્ટિ અને તત્ત્વદૃષ્ટિને કોઈ મેળ નથી. આથી વૈજ્ઞાનિક ક્ષેત્રના ચમકારાથી અંજાઈને મનુષ્ય જો કંઈ ગુમાવ્યું હોય તો તે તત્ત્વદૃષ્ટિ છે. તત્ત્વદેષ્ટિ એટલે જડ ચેતનની ભિન્નતાનો યથાર્થ બોધ, જડ પાછળ જીવની દોડ તત્ત્વદૃષ્ટિથી વિમુખ કરે છે.
તત્ત્વદૃષ્ટિ મનુષ્યને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન કરાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તત્ત્વદેષ્ટિ સમાધાન કરી જીવને હિત તરફ દોરે છે. વિપુલ સમૃદ્ધિની વચમાં તત્ત્વદેષ્ટિ યુક્ત માનવ તે બાહ્ય સમૃદ્ધિમાં ખોવાઈ જતો નથી. ભોગ પરાયણ બનતો નથી. પરંતુ તે પોતાના સ્વરૂપથી અન્ય છે તેમ જાણી તેનાં ભોગ-ઉપભોગમાં મર્યાદા સહજપણે રાખે છે. સમય આવે તે પોતાનું નથી તેમ માની ત્યજી દે છે. અને દુઃખદ પરિસ્થિતિમાં તત્ત્વદૃષ્ટિ સમતાથી માર્ગ કાઢી લે છે. તત્ત્વદૃષ્ટિને કોઈ આકુળતા નથી કે પરપદાર્થમાં સુખનો ભાવ નથી.
જેનામાં યથાર્થ તત્ત્વદૃષ્ટિ નથી તેવાં મનુષ્ય કદાચ પંડિત હોય તો પણ આગ્રહથી બંધાયેલા હોય છે. શાસ્ત્રને શસ્ત્ર બનાવી અન્ય સાથે વાદ કરી સંઘર્ષ કરે છે. વળી તત્ત્વદૃષ્ટિથી વિમુખને સંસારના પુત્રાદિનો રાગ રૂપાંતર થઈ ગુરુજનોમાં દૃષ્ટિરાગરૂપે કે અંધશ્રદ્ધારૂપે
મંગલમય યોગ
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org